________________
- ૨૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન શું આપી દે, તે કહેવાય નહિ. તમને શું સમજાવવું? નામચીન નટીના એકાદ વારના સહવાસને માટે પણ વિષયલોલુપ શ્રીમંતો કેટલું ધન ખર્ચી નાખે છે? ત્યાં એની કિંમત ગણાય છે કે વિષયવૃત્તિના રાગના પાગલપણાથી એ બને છે? તેમ અહીં પણ સંયમને પ્રેમ છે. - જમાલિ માટેના આઘામાં રને જડ્યાં નહોતાં, એ વાત ખરી છે; માત્ર ઉનનું મૂલ્ય આપવાનું હોય, તે એક એઘાનું મૂલ્ય એટલું હોઈ જ શકે નહિ, એમાં પણ બે મત નથી; પણ એટલું મૂલ્ય દઈ દેવા પાછળ હૈયાના ભાવની મહત્તા રહેલી છે. પણ એ મહત્તા સમજાય તો ને ?
એક રૂપાળી રંગીલી બાયડીના મેહમાં અમુકે રાજપાટ છોડયું, અમુકે અમુકનું ખૂન કરી નાખ્યું, અમુક તારાજ થઈ ગયે, એવી બધી વાતોને માનનારાઓ; માત્ર માનનારાઓ જ ' નહિ, પણ અવસરે એની મહત્તાને વર્ણવનારાઓ; આ એઘાના મૂલ્ય તરીકે અપાએલી રકમને ગપ્પાં કહેવા તૈયાર થાય છે. જમાલિની દીક્ષા વખતે જમાલિની હજામત કરનારા હજામને પણ લાખ રૂપીઆ અપાયા હતા. શું એ હજામતની કિંમત છે? બાળકના વાળ પહેલવહેલા ઉતરાવનારાં મા–બાપે કેટલીક વાર હજામને સવા રૂપીએ, સવા પાંચ રૂપીઆ, કપડાં, ગળ વિગેરે આપે છે, તે હજામતની કિંમત છે કે બાળક ઉપરના રાગથી એ બધું અપાય છે? માટે જરા સમજે. વિવેકી બનીને વિચાર કરતાં શીખે.
મારે પુત્ર સંયમ લે છે”—એને ઉલ્લાસ એ હતો કે-જમાલિના પિતાએ મૂલ્યના નામે પણ અભુત ગણાય તેવાં - દાન દીધાં છે.