________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૯
મેહની સત્તાને ફગાવી દીધી અને તેમણે પોતાના આત્માને પુનઃ વિવેકમાં સ્થાપિત કરી દીધું. મમતા દેવી નહિ પણ ડાકણ
વિચારે કે-મમતા કેવી મારનારી છે? મમતાને તજીને નીકળી ગયેલા અને પિતાના શરીર ઉપર પણ નિર્મમ બનીને ઉગ્ર તપશ્ચર્યાને કરનારા મુનિવરે, જો ભૂલથી પણ મમતામાં ફસાઈ પડે છે, તે એમની ય કેવી બૂરી હાલત થઈ જાય છે? નિર્મમને પણ જ્યાં પુત્રની મમતા જરા સ્પશી જવા પામી, ત્યાં એ કેટલા બધા કૂર પરિણામવાળા બની ગયા? એમના મનને હતું કે-હું દુશ્મનેને મારી રહ્યો છું, પણ ખરી રીતિએ તે એ પિતે જ મરી રહ્યા હતા. મમતાને અન્યા આવે હોય છે. દેખાડે બીજાને મારવાનું અને મારે મમતાવાળાને. તમારે તે ઘણે વિચાર કરવા જેવું છે. મમતાની સામગ્રીમાં જ તમે બેઠા છે. મમતાએ તમને એટલા બધા ઘેરેલા છે કે–આયડી માટે હાર લેવાનું હોય, તે સેનાને ને હીરાને શેધવા નીકળો અને ભગવાનને હાર ચઢાવ હેય, તે સસ્તામાં સસ્તો શે! મમતાને લીધે, તમે દાન કરવા છતાં પણ દાન દાન રૂપે કરી શકતા નથી. મમતા તમારી માંદગીને અને મરણને બગાડે નહિ તેમ જ તમારા ભવાંતરેને બગાડે નહિ, તેને ખ્યાલ રાખો. સંસારથી ન છૂટાતું હોય અને સંયમને સ્વીકાર કરવાની શક્તિ ન હોય, તે પણ તમે તમારા મમતાના ભાવને તે એ પાતળે બનાવી દે કે-એને તેડતાં વાર લાગે નહિ. ગમે ત્યાં મરણ આવે, તે ય મુંઝવણ થાય નહિ અને મમતાને બહુ જ સુખ
૨૦