________________
૩૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હશે. એક દ્રવ્યાનુયેગ, બીજે ગણિતાનુયોગ, ત્રીજે ધર્મકથાનુગ અને એ ચરિતાનુયોગ. શ્રી ભગવતીજી સૂત્ર આ ચારેય અનુયોગ ઉપર સ્થિત છે. આ સુત્ર પ્રતિપાદનાત્મક શેલિવાળું નથી પણ પ્રશ્નોત્તરાત્મક
સેલિવાળું છે તેથી ચારેય અનુયાગાથી યુક્ત છેઃ
આ વિશેષણની મહત્તા શી છે? આ વિશેષણની, એ પણ એક મહત્તા છે કે-આ શ્રી ભગવતીજી સૂત્રમાં ચારેય અનુગો છે. જેવી રીતિએ આ શ્રી ભગવતીજી સૂત્રમાં ચારેય અનુગે સમાએલા છે, તેવી રીતિએ અન્ય સૂત્રોમાં ચારેય અનુગે સમાએલા નથી. બીજાં સૂત્રને માટે તે એમ કહી શકાય કે-આ સૂત્રમાં અમુક અનુગની પ્રધાનતા છે, જ્યારે પેલા સૂત્રમાં અમુક અનુયેગની પ્રધાનતા છે, પરંતુ શ્રી ભગવતીજી સૂત્રને માટે એમ કહી શકાય એવું નથી કે–આ સૂત્રમાં અમુક અનુગની પ્રધાનતા છે. આ સૂત્ર પ્રશ્નોત્તરમક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરે. બધા ય પ્રશ્નો કેઈ ને કઈ અનુયોગના ખાનામાં જાય છે. પ્રશ્નોત્તરાત્મક શલિમાં અને પ્રતિપાદનાત્મક શૈલિમાં ફેર હોય છે. પ્રતિપાદનાત્મક શલિમાં પ્રાય: મુખ્ય વિષય એકધારે વર્ણવાયે જાય છે. એમાં પ્રશ્નોત્તર નથી જ હોતા–એમ નહિ. એમાં પણ સ્થાને સ્થાને શંકાઓને ઉઠાવીને સમાધાને આપવામાં આવ્યાં હોય છે. શંકાઓને ઉઠાવીને તેનાં સમાધાને આપવાથી, શિષ્યને માટે અર્થનું અને ભાવનું ગ્રહણ સુલભ બને છે તેમ જ થયેલું જ્ઞાન સુદઢ થાય છે. આવા પ્રકારે જે પ્રશ્નોત્તરે સૂત્રમાં આવે તે પ્રશ્નોત્તર તે, તેમાં જે વિષય ચાલુ હોય, તેને જ અનુરૂપ અથવા અનુકૂલ