________________
૩૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અને કથનીય એવી સઘળી ય બાબતોનો સમાવેશ થઈ જાય છે. જગતમાં બનેલી, બનતી અને બનનારી સઘળી ય બાબતોને તેમ જ જગતમાં કહેવાએલી, કહેવાતી અને કહેવાનારી સઘળી ય બાબતોને સમાવેશ, આ માત્ર ચાર અનુયેગમાં જ થઈ જાય છે. આ ચાર અનુગો એવા છે કે–એકને પણ અભાવ અધુરાપણને દેખાડ્યા વિના રહે નહિ અને એકને પણ ઉમેરે અનાવશ્યક પૂરવાર થયા વિના રહે નહિ. આ ચારેય અનુયોગે પરસ્પર સર્વથા ભિન્નત્વવાળા છે–એવું નથી, પરંતુ ચારેય અનુગો એક-બીજાની સાથે સંકળાએલા પણ છે. અનુગ કોને કહેવાય?
અનુગ કેને કહેવાય ? ગુરૂ ધાતુને અનુ ઉપસર્ગ લાગ્યા પછીથી અનુગ શબ્દ બન્યું છે. અનુ એટલે અનુકૂળ અથવા અનુરૂ૫ અને વેગ એટલે જોડાણ. અનુકૂલ કે અનુરૂપ એવું જે જોડાણ, તેને કહેવાય અનુયોગ. દ્રવ્યને વિષય કરનાર, જે અનુગ, તેને દ્રવ્યાનુગ કહેવાય ગણિતને વિષય કરનારે જે અનુગ, તેને ગણિતાનુગ કહેવાય, ધર્મકથાને વિષય કરનારે જે અનુયોગ, તેને ધર્મકથાનુયોગ કહેવાય અને ચરણકરણને વિષય કરનારે જે અનુગ, તેને ચરણ-કરણાનુગ કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, જીવ અને પુદ્દગલ–આ છ દ્રવ્યો છે. સમગ્ર જગતમાં આ છ જ દ્રવ્ય છે. આ છમાં ન આવે એવું એક પણ દ્રવ્ય આ જગતમાં નથી. આ છ દ્રવ્ય સત્ છે કે અસત્ છે-એ વિગેરે બાબતની પર્યાલચના જે અનુગમાં હેય, તેને દ્રવ્યાનુગ કહેવાય, સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર આદિના ચાર વિગેરે સંબંધી શ્રી