________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૧૯
સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં જે વર્ણન છે, તેને ગણિતાનુયાગ કહેવાય; દુર્ગતિમાં પડતા પ્રાણિને જે ધારે તેને ધર્મ કહેવાય અને તે સંબંધી જે કથા, તેને ધર્મકથાનુયાગ કહેવાય; જ્યારે જેમાં ચરણ અને કરણ સંબંધી વર્ણન હાય-આચાર સંબંધી વર્ણન હાય, તેને ચરણ–કરણાનુયાગ કહેવાય. સાધુપણાનું નિત્યાનુષ્ઠાન, તે કહેવાય ચરણુ અને સાધુને પ્રયેાજન પ્રાપ્ત થયે જે પિણ્ડવિશુદ્ધિ આદિ રૂપ આચરણ કરવું પડે, તેને કરણ કહેવાય. આમાં, સમસ્ત જગતની સમસ્ત પ્રવૃત્તિઓના અને સમસ્ત જગતના સમસ્ત પદાર્થોના સમાવેશ થઈ જાય છે. તજવા લાયક શું શું, સ્વીકારવા લાયક શું શું અને માત્ર જાણવા લાયક શું શું–એ પણ આ ચાર અનુયાગામાં આવી જાય છે. સઘળાં ય શાસ્ત્ર આ ચાર અનુયાગેાથી પૂર્ણ છે; એટલે કેકોઈ પણ શાસ્ત્રમાં પાંચમા અનુયાગ નથી, તેમ કાઈ પણ શાસ્ત્ર આ ચાર અનુયાગામાં સમાઇ જતું ન હોય—એવું પણ નથી. ચા તરીકે અનુયેગાની ઘટના બંધબેસતી છેઃ
આટલા ઉપરથી તમે સમજી શકયા હશે। કે–ચાર અનુયાગાની શ્રી જૈન શાસનમાં શી મહત્તા છે ? ગમે તેનું વર્ણન કરી અને ગમે તેવું વર્ણન કરો, પણ તે આ ચાર અનુયાગામાં ગમે ત્યાં બંધબેસતું થઈ જ શકે. કોઈ પૂછે કે‘ ચરણની, પગની મહત્તા શી ?' એવું પૂછનારા હાસ્યને પાત્ર જ અને ને? સામે કહેનારા તા કહી દે કે જો પગ જ ન હાય, તે પછી શરીરની કિંમત જ શી છે ?' જયકુંજર ગમે તેવા સારા હોય, પણ પગ વિનાના હાય તા ? ત્રણ, એ કે એક પગવાળા હાય તા ? લેા-લંગડા હોય તે