________________
૩૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તે ખરી જ. આને ખૂલાસે સમજવાને માટે, સૌથી પહેલાં તમે એ વિચારે કે–અહીં એટલે આ વિશેષણમાં બતાવવાની મુખ્ય વસ્તુ કયી છે?
પ્રશ્ન- સૂત્ર રૂપ દેહ.
માત્ર સૂત્ર રૂપ દેહ-એમનહિ, પણ સૂત્ર રૂપ દેહ પ્રમપેત છે, પ્રમાણવિહીન નથી, એ જ આ વિશેષણમાં બતાવવાની મુખ્ય વસ્તુ છે. હવે એ જૂઓ કેસૂત્ર રૂપ દેહનું જે પ્રમાણ બતાવવાનું છે, તે સંખ્યાથી બતાવવાનું છે, નહિ કેપ્રશનેથી. સંખ્યા બતાવવાની પ્રથાની, પણ બતાવવાની તે સંખ્યા જ. આથી, પ્રમાણ શબ્દની પૂર્વે સંખ્યાવાચક સહસ શબ્દ મૂકવામાં આવ્યું છે. હવે જો પ્રશ્ન શબ્દને પહેલો મૂકીને પ્રક્રિયામાપા એ પ્રમાણે કર્યું હતું, તે એ રચના કિલષ્ટ બનત અને તેને જે અર્થ થાત, તે અર્થ જે અર્થને બતાવવાનો ટીકાકાર મહર્ષિને ભાવ છે, તેની સાથે બંધબેસતો થાત નહિ. એટલે, ટીકાકાર મહર્ષિ જે અર્થને અને જે ભાવને આ દશમા વિશેષણથી બતાવવાને ઈચ્છે છે, તે અર્થને અને તે ભાવને લક્ષ્યમાં રાખીને જે વિચાર કરવામાં આવે, તે જરૂર એ વાતને સમજી શકાય કે-તે અર્થને અને તે ભાવને બતાવવાને માટે તે, ટીકાકાર મહર્ષિએ આ પદની જે પ્રકારે રચના કરી છે, તે પ્રકારની રચના જ યોગ્ય છે.