________________
૩૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
અશુભ અધ્યવસાયના કારણ તરીકે વર્ણવાય. કુપાત્ર સારાને ખરાબ અને સુપાત્ર ખરાબને સારું બનાવે :
એમ, આ શ્રી ભગવતીજી સૂત્રનું જે જ્ઞાનદાન રૂપ આચરણ છે, તે તે નાનાવિધ, અદ્ભુત અને પ્રવર જ છે. શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનદાન રૂપ આચરણનું સ્વરૂપ આવું જ છે, એમ કહેવાય. આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાનનું આચરણ આવા સ્વરૂપવાળું હોવા છતાં પણ, નાલાયક જીવને માટે તે જ્ઞાનદાન રૂપ આચરણ તેવા ફલવાળું નિવડે નહિ અને એનાથી ઊલટા જ ફળવાળું નિવડે, તે એ ય સ્વાભાવિક છે, પણ ત્યાં સમજવું એ જોઈએ કે-દેષ વસ્તુને નથી, પણ પાત્રને છે. કુપાત્રતાને લીધે વસ્તુનું સારાપણું પણ મરી જવા પામે છે, પણ તે તે તેવા કુપાત્ર પૂરતું જ ! બાકી, સુપાત્રમાં અને સારા સંયોગે સુપાત્ર બની જાય એવા લાયક જીવમાં તે, સારી વસ્તુ સારા જ રૂપે પરિણમે છે. એથી ય આગળ વિચારે, તે એવા પણ સુપાત્ર હોય છે કે–સ્વરૂપે ખરાબ એવી પણ વસ્તુને તેઓ પોતાને માટે સારી બનાવી દેવા જેવી સુન્દર શક્તિને ધરાવતા હેય. આ રીતિએ વિવેક કરતાં આવડે, તો શ્રી ભગવતીજી સૂત્રને ભણીને કઈ ઉધું કે આડું-અવળું બેલતે હોય, તે એ કારણે શ્રી ભગવતીજી સૂત્રને દોષ દેવાનું મન થાય નહિ; અને એ વ્યક્તિ જ
અતિશય નાલાયક છે–એમ સમજીને, એવા બીચારાની પણ દયાનું જ ચિન્તવન કરાય.