________________
૩૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પૂર્વક વસરાવીને જવાય. એ માટે રેજ મમતાને મારતાં શીખે. મમતાને તમે દેવી સમજી રહ્યા છે, પણ મમતા તે ખરેખરી ડાકણ છે. કેવલજ્ઞાન:
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર મનથી યુદ્ધ ચઢી ગયા, પણ બચ્યા તો સારા દ્રવ્યના ગે જ ને? દ્રવ્ય સારું હતું, તો ભાવનું આકર્ષણ થવામાં કારણ બન્યું ને? આવા જ તરંગમાં ચઢેલા એ હોત, પણ એ જે મુનિ ન હેત, તે પરિણામ કેટલું બધું ખરાબ આવત? શ્રી પ્રસન્નચન્દ્ર રાજષિએ પિતાના આત્માને વિવેકમાં સ્થાપી દીધા પછીથી, તરત જ પિતાથી થઈ ગયેલા પાપથી પ્રતિક્રમવાની ક્રિયાને શરૂ કરી દીધી. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જાણે કે પોતાની આંખ સામે જ છે–એવી એમણે કલ્પના કરી લીધી અને તે પછી ભગવાનને ભક્તિપૂર્ણ હૃદયે વન્દન કર્યું. ભગવાનને વન્દન કરીને, તેમણે, પિતાને થઈ જવા પામેલા દુષ્ટ ધ્યાનની આલોચના કરીને પ્રતિકમણા કરી. એમ કરતે કરતે તેઓ પ્રશસ્ત ધ્યાનારૂઢ બની ગયા. એ ધ્યાનમાં વધતે વધતે, એ રાજર્ષિએ કેવલજ્ઞાનને ઉપાર્યું. मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः।
જે સમયે રાજર્ષિ પ્રસન્નચન્દ્ર દુર્થોનારૂઢ બનીને મંત્રીઓનું છેદન, ભેદન આદિ કરી રહ્યા હતા, તે વખતે જો તેમનું મૃત્યુ થાય છે તેઓ નિયમા સાતમી નરકે જાય, એવા રિદ્રધ્યાનના રેદ્ર પરિણામોમાં એ વર્તી રહ્યા હતા. એ જ રાજર્ષિના મને, સારા દ્રવ્યના આલંબનના યોગે પલટે માચી