________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અને એથી તેઓ શુકલ ધ્યાનના એવા શુદ્ધ પરિણામમાં વર્તવા લાગ્યા કે-જે એ વખતે એ મરે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય અને એમાં પણ તેઓ જ્યારે આંગળ વધ્યા, એટલે એમણે કેવલજ્ઞાનને ઉપાર્યું. માત્ર ધ્યાનમાં પણ કર્મોને બાંધવાની અને કર્મોને તોડવાની તાકાત કેટલી બધી છે? ધ્યાનથી નરકે પણ જવાય, સ્વર્ગે પણ જવાય અને ક્ષીણકર્મા પણ બની શકાય. ધ્યાનની જે તાકાત છે, તે બીજા કિંઈની પણ નથી. માટે તો કહેવાય છે કે “જન પર મનુષ્યાળાં જાળ ધંધો / મનુષ્યોનું મન જ, બંધનું અને મોક્ષનું કારણ છે. તિર્યંચાનું મન પણ બંધનું જબરજસ્ત કારણ છે અને તિર્યંચે ય ભલે અલ્પ પ્રમાણમાં પણ સકામ નિર્જરાને સાધી શકે છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે દરેકે દરેક સમજુ છાએ, પિતાના ભાવને વિશુદ્ધ બનાવી રાખવાની ખૂબ જ કાળજી રાખવી જોઈએ. વિવેકી માણસ તે, ખરાબ કિયા વખતે ય ભાવની શુદ્ધિને સાધના અને જાળવનારે બની શકે છે. આમ છતાં પણ, ભાવને પેદા થવામાં, ભાવને શુદ્ધ બનાવવામાં, દ્રવ્ય ય કારણ બની શકે છે. એક ખરાબ વાતે, કાને પડી એટલા માત્રથી પણ, રાજર્ષિ પ્રસન્નચન્દ્રની માનસિક હાલતને કેટલી બધી બગાડી મૂકી? એટલે અશુભ દ્રવ્ય અશુભ અધ્યવસાયનું અને શુભ દ્રવ્ય શુભ અધ્યવસાયનું કારણ બની શકે છે. એટલું ખરું કે—કાઈ જીવ વિશેષે અશુભ દ્રવ્ય પણ શુભ અધ્યવસાયનું અગર તો શુભ દ્રવ્ય પણ અશુભ અધ્યવસાયનું કારણ બને, તો એ ચ શક્ય છે. પણ જ્યારે દ્રવ્યના સ્વરૂપનું વર્ણન કરાય, ત્યારે તે શુભ દ્રવ્યને જ શુભ અધ્યવસાયના કારણે તરીકે અને અશુભ દ્રવ્યને જ