________________
૩૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવું માત્ર નિરાંત હોય ત્યારેજ બને છે, એમ પણ નહિ. રસ્તે માણસ ચાલ્યો જતે હોય, એમાં કઈક વિચાર આવે અને એમાંથી તરંગે ચઢી જાય, એવું પણ બને છે. એમ જે તરંગે ચઢયો હોય, તેને જવાનું હોય ક્યાં ય ને એ જઈ પહોંચે
ક્યાં ય, એમેય બને. આવી રીતિએ દુર્ગાનારૂઢ થવું એ સહેલું છે, પણ આવી રીતિએ અચાનક શુભ ધ્યાનારૂઢ બની જવાય, એવું તો કઈ વિકિએને માટે જ બને છે. પુનઃ વિવેકમાં :
રાજર્ષિ પ્રસન્નચન્ટે તે, જાણે મંત્રીઓ તેમની સામે જ રૂબરૂમાં હોય, તેમ મંત્રીઓની સાથે મનમાં ને મનમાં યુદ્ધ કરવા માંડ્યું. પિતાની તલવારના ઘાથી તે રાજર્ષિએ મંત્રીએના ટૂકડે ટૂકડા કરી નાખવા માંડ્યા. એમ કરતાં કરતાં, પિતાનાં શસ્ત્રો ખૂટી ગયાં. શસ્ત્રો ખૂટી ગયાં, એટલે પિતાના માથા ઉપર રહેલા ટોપથી પણ બાકીના મંત્રીઓને મારી નાખવાને તેમણે વિચાર કર્યો. એ વિચારથી, ટોપ લેવાને માટે તેમણે માથે જે હાથ નાખે, કે તરત જ તેમને ભાન થયું કે હું કાંઈ બખ્તર પહેરેલ નથી. હું તો સાધુ છું.” લેચ કરેલા માથા ઉપર હાથ મૂક્યો ને તરત જ પિતાનું ચારિત્ર યાદ આવ્યું. એમ ચારિત્ર યાદ આવતાંની સાથે જ, રાજર્ષિ પ્રસન્નચન્હેં વિચાર્યું કે-રૌદ્રધ્યાનને અનુબંધ કરનાર મને ધિક્કાર છે. મેં તે બધા ય પ્રકારની મમતાને ત્યાગ કલે છે, એટલે મારે પુત્રની સાથે પણ કાંઈ નિસ્બત નથી
અને મંત્રીઓની સાથે પણ કાંઈ નિસ્બત નથી.” આ પ્રમાણે વિચારતાં વિચારતાં, તેમણે પોતાના ઉપર જામી જવા પામેલી