________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૭
મારે કાને પડે, તે પછી આ જીવતરનું ય ફલ શું અને આ મહા તપનું ય ફલ શું?”
આવા વિચાર કરતાં, એ રાજર્ષિ નિવર્યા નહિ, પણ અધિક દુષ્ટ ધ્યાન ઉપર આરૂઢ થયા અને કોધ રૂપી પીશાચના આવેશને આધીન બની જવાથી, તેઓ પોતાની ચારિત્રાવસ્થાને જ ભૂલી ગયા. મનમાં ને મનમાં તેમણે મંત્રીઓની સામે યુદ્ધ આરંભી દીધું. તરંગોની શ્રેણિઃ
તમને આમાં કાંઈ નવાઈ જેવું તે લાગતું નથી ને? તમે કઈ વાર તરંગે ચઢી ગયા છે? એ તરંગમાં તમે તમને અને તમારી સ્થિતિને ભૂલી ગયા છે, એવું કાંઈ બન્યું છે? મોટા ભાગને તે, આવું ઘણી વાર બન્યું હશે. કેઈ વેપાર કે સટ્ટો કર્યો હોય; એમાં સવારે ઉઠીને છાપું વાંચતાં ઠીક ઠીક, અસાધારણ લાભ થયાનું જણાય; પછી તરંગેએ કેવું ચઢાય છે? “આ આટલા મળશે. હવે આનું હું આમ કરીશ એટલે રેજની બેઠી આવક થશે. પછી હું બેરીછોકરાં વિગેરે બધાને લઈને અમુક અમુક ઠેકાણે જઈશ. જરા મુશ્કેલી પડશે, તો ઘાટીને સાથે લેવાશે અને રસોઈયે ત્યાં જઈને રાખી લેવાશે. બૈરીને પણ થશે કે–ચાલે, નશિબ ખૂલ્યું. લોકમાં ય આપણું આબરૂ વધશે. છોકરા માટે સારા ઘરની કન્યા આવશે અને આપણું છે કરીને લઈને સારા ઘરવાળાઓ રાજી થશે.”—આવી આવી અનેક પ્રકારની તરંગોની શ્રેણિઓને તમને અનુભવ હશે. એવા વખતે, માણસ, પિતે કેણ છે અને પોતે ક્યાં છે, એને ય વિસરી જાય છે.