________________
૩૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
મુંઝાનારા અને પિતાની નિન્દાથી પણ નહિ મુંઝાનારા એ રાજર્ષિ, એ જ એક વાતથી દુર્થોને ચઢી ગયા, કે જે વાત તેમની નિન્દા કરતાં અથવા તે તેમની નિન્દા કરવાના હેતુથી બીજા ઘડેસ્વારે ઉચ્ચારી હતી. એ વાતે જ, રાજર્ષિ પ્રસન્નચન્દ્રના સમાધિ રૂપી વૃક્ષને તોડી પાડ્યું અને તેમને દુર્ગાનારૂઢ બનાવી દીધા. પેલાએ મારી પ્રશંસા કરી, તેમાં બીજાના બાપનું શું લૂંટાઈ ગયું, કે જેથી તેણે મારી ભારેભાર નિન્દા કરી નાખી?—આવા કેઈ વિચારથી નહિ જ, પણ બીજા જ વિચારથી રાજર્ષિ પ્રસન્નચન્દ્ર દુર્ગાનારૂઢ બની ગયા. તમે જુઓ કેબીનું પણ કારણ, ઉપાદાન કારણને વેગ મળવાથી, અસર કરનારું અને તે ય કારમી અસર કરનારું નિવડે છે કે નહિ! મનમાં યુદ્ધનો આરંભ :
રાજર્ષિ પ્રસન્નચન્દ્રની બાહ્ય સ્થિતિમાં કશે જ ફેરફાર થયું નથી. જે ફેરફાર થયો છે, તે આન્તરિક સ્થિતિમાં જ ફેરફાર થયો છે. રાજર્ષિ પ્રસન્નચન્દ્રને, બીજા ઘોડેસ્વારે ઉચ્ચારેલી વાતને સાંભળતાં, એવા એવા વિચાર આવ્યા કે-“મારા મંત્રીઓ ખરેખર દુષ્ટ નિવડ્યા. તેમનું મેં જે સન્માન કર્યું તેમ જ તેમના ઉપર મેં જે વિશ્વાસ મૂકો, એ ખરે જ રાખમાં ઘી નાખવા જેવું થયું. ધિક્કાર છે મારા એ વિશ્વાસઘાતી મંત્રિઓને, કે જેઓએ પાપાસક્ત અને શઠ બનીને, મારા દૂધપીતા પુત્રનું રાજ્ય છીનવી લેવાને વિચાર કર્યો છે. હું જે ત્યાં હોત, તે તો હું તેમને જુદા જુદા પ્રકારના નિગ્રહથી ભારે શિક્ષા કરત! મારા પુત્રના પરાજયની વાત