________________
૩૦૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
અન્ય કારણની પણ અસરઃ
દૃશ્ય એકનું એક, જોનાર એ અને એ બન્ને ય ઉપર પરસ્પર વિરાધી અસર ! શાથી ? માત્ર ઉપાદાન કારણથી જ? ના. જો માત્ર ઉપાદાન કારણ જ માનીએ, તે આપણે એવા વિચાર કરવા પડે કે જો એ બેએ એ મુનિવરના દૃશ્યને જોયું જ ન હોત, તે એ એમાંથી એકને પણ આમાંના કાઈ વિચાર આવત ખરા ? નહિ જ. એકને સારા દૃશ્યને જોવાથી સારે। વિચાર આવ્યો અને બીજાને એ જ સારા દૃશ્યને જોવાથી ખરાબ વિચાર આબ્યા, તેમાં વિચારના સારાપણામાં અને ખરામપણામાં ઉપાદાન કારણ ખરૂં; પણ વિચાર આવવામાં કારણ તે એ દૃશ્ય જ. એ દશ્યને જોવામાં અને એ વિષે વિચારવામાં, ઉપાદાન કારણને ચાગ ન થયા હોત, તે જે વાર્તાલાપ સંભવિત બન્યો તે વાર્તાલાપ સંભવિત બનત નહિ, પરન્તુ ઉપાદાન કારણ આ પ્રકારે કાર્યકર બન્યું, તેમાં કારણ એ મુનિવરનું દર્શન ખરૂં કે નહિ ? અને ખીજાના ખેલવામાં પહેલાએ જે કહ્યું, તે ય કારણ ખરૂં કે નહિ ? કહેવું જ પડશે કે—ખરું જ.
કોની નિન્દા-પ્રશંસાની કિંમત અંકાય ?
વળી, એ બાબત પણ વિચારો કે એકને સારા દૃશ્કે સારા વિચારો નિપજાવ્યા અને એકને સારા દૃશ્ચે ખરાખ વિચારા નિપજાવ્યા, તેમાં તે બેયનું કર્મ કારણ રૂપ ખરૂં કે નહિ ? એક લઘુકર્મી હોવાથી વિવેકી અને બીજો ભારેકર્મી હાવાથી અવિવેકી, એ વાતને પણ માનવી જ પડશે. સારૂં પણ દૃશ્ય, સારા આદમી ઉપર જ સારી અસર નિપજાવનારૂં