________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૩ :
બીજા જોડેસ્વાર ઉપર ઊલટી અસર :
એ ઘોડેસ્વારે તો, પિતાના હૈયાના ભાવને પિતાની વાણી દ્વારા જેટલો વ્યક્ત કરી શકાય તેટલા વ્યક્ત કર્યો, પણ પિતાના સાથીદાર તરફથી પણ એવા જ પ્રકારને મનભાવ વ્યક્ત થશે–એવી એણે જે આશા રાખેલી, તે એની આશા નિષ્કલ નિવડી. નિષ્ફલ જ નિવડી–એમ પણ નહિ, પણ એના ભાવથી તદ્દન ઊલટા જ પ્રકારને મનભાવ પેલાએ વ્યક્ત કર્યો. એના સાથીદાર ઘોડેસ્વારે કહ્યું કે-મિત્ર! તું આ મુનિને ઓળખતો જ લાગતો નથી. જે તું આ મુનિને ઓળખતે હેત, તે તું આની આવી પ્રશંસા કરત જ નહિ. આ તો રાજા પ્રસન્નચન્દ્ર છે. આને કાંઈ આવા કષ્ટથી પણ કશે જ ધર્મ થાય તેમ નથી. આને તપ પણ વૃથા છે. એનું કારણ એ છે કે–આ રાજાએ પોતાના બાલવયસ્ક પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને દીક્ષા લઈ લીધી છે, પણ વૃક્ષ પરના કાચા ફળને તોડી પાડવાની જેમ, આ રાજાના મંત્રીઓ, આ રાજાના પુત્રને રાજ્યભ્રષ્ટ કરવાને તૈયાર થઈ ગયા છે. આ રાજાએ તે, રાજ્યની રક્ષાને ભાર દુરાત્મા મંત્રીઓને સેંપીને, બીલાડાને દૂધ સાચવવાને સેંપવાના જેવી મૂર્ખાઈ કરી છે. એ મંત્રીઓ બાળ રાજાને મારી નાખશે, એટલે આને વંશ નિર્મલ બની જશે. એમ, પિતાના પૂર્વજોના નામને નાશ થાય—એવું કામ કરનાર આ મુનિ, મહા પાપી કરશે. વળી આણે દીક્ષા લેતી વખતે પિતાની જે પ્રિયાએને ત્યાગ કર્યો છે, તે અનાથ બની ગયેલી હોવાથી, એ અબળાઓનું શું થશે તેની તે કલ્પના, જ કરી લેવાની છે.”