________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૧
છે, તે આપણે જેવું છે. માત્ર ઉપાદાન કારણને જ માનનારાઓ અને અન્ય સહકારી કારણોને નિષેધ કરનારાઓએ, રાજર્ષેિ પ્રસન્નચન્દ્રના આ પ્રસંગને ધ્યાનમાં લેવા જેવું છે. તેઓ જે માત્ર રાજર્ષિ પ્રસન્નચન્દ્રના આ પ્રસંગના મર્મને પણ સમજી શકે, તે ય તેઓ ઉન્માદેશના અને ઉનમાર્ગસેવનના ઘેર પાપથી બચી શકે તેમ જ એમના પાપે આજે જે અનેક આત્માઓનું કારમું અહિત થઈ રહ્યું છે, તે પણ અટકી જવા પામે. ઉપાદાન કારણને વેગ થયા વિના નિમિત્ત કારણની અસર ન થઈ શકે–એ વાત મંજુર છે; પણ નિમિત્ત કારણથી ઉપાદાન કારણને વેગ નથી જ થતો, એમ માનવું એ સર્વથા ભૂલ ભરેલું છે. ઉપાદાન કારણની અન્તર્ગત નિમિત્ત કારણોની ઘણી અસર હોય છે. માટે નિમિત્ત કારણેની અસર જ નથી હોતી–એમ કહેવું, એ તો “કાંઈ પણ ખાધાપીધા વિના જ ભૂખ–તરસ મટી”—એમ કહેવા બરાબર છે. ઉપાદાન કારણ સિવાયના કોઈ જ કારણની અસરને માનવાને ઈનકાર કરનારાઓ, પિતાની ભૂખને મીટાવવાને માટે ખાધા વિના રહેતા નથી, પિતાની તૃષાને છીપાવવાને માટે પીધા વિના રહેતા નથી, પોતાના મનમાં ગમેલા માર્ગને પ્રચારવાને માટે ઉપદેશ આપ્યા વિના રહેતા નથી, પિતાને મનભાવ બીજાને જણાવવાને માટે બોલ્યા વિના રહેતા નથી, પિતાને સારા તરીકે દેખાડવાને માટે કે પોતાને સારા ભાવમાં સ્થિરતાદિ પમાડવાને માટે મંદિરમાં ગયા વિના રહેતા નથી અને પિતાને ઉપદ્રથી બચાવવાને માટે મકાને આદિને આશ્રય લે છે. જેઓ માત્ર ઉપાદાન કારણને જ માને છે અને બીજાં કારણને માનવાને ઈનકાર કરે છે, તેઓ આ