________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૯૯ શરીર એ ધર્મનું સાધન. એટલે શરીર વખાણવા લાયક તેનું જ ગણાય, કે જેણે શરીરને ધર્મનું સાધન બનાવી દીધું હોય. શરીર જેવી ચીજ, કે જે માંસ, રૂધિર, હાડકાં ને ચામડી તથા મલ–મૂત્રથી પૂર્ણ છે, તે પણ એક ધર્મનું સાધન બનવાથી જ પ્રશંસાને પાત્ર ઠરે છે. આ શરીર જે ધર્મનું સાધન ન હોય, તે વાસ્તવિક રીતિએ આ શરીરમાં વખાણવા જેવું કાંઈ છે જ નહિ. દેવોના શરીરને નહિ વખાણતાં માનવોના શરીરને
વખાણવાનું કારણ? માત્ર શરીરને જ વખાણવાનું હોય, તો દેના શરીરને જ વખાણવું પડે. આ શરીર, આમ તો દુર્ગન્ધને ફેલાવનારા પદાર્થોથી ભરેલું છે અને પાછું બાળ પણ હોય, ઘરડું પણ થાય છે અને અનેક રોગથી પીડિત પણ બને છે. દેના શરીરમાં આમાંનું કાંઈ જ નહિ. દેના શરીરમાં, અંદરેય આપણું શરીરના જેવી ખરાબી નહિ અને દેના શરીરને બાળપણેય ભેગવવાનું નહિ, ઘડપણેય ભેગવવાનું નહિ અને કેઈ રેગ પણ ભેગવવાને નહિ. આટલું છતાં પણ, જ્ઞાનિએએ દેવાના શરીરને વખાણ્યું નહિ અને માનવીઓના શરીરને વખાણ્યું, તે એક માત્ર ધર્મને જ કારણે. દેવેનું શરીર ગમે તેટલું સારું હોવા છતાં પણ, સહધર્મનું સાધન બની શકતું નથી; જ્યારે માનવેનું શરીર, ગમે તેટલું ખરાબ હોવા છતાં પણ, સધર્મનું સર્વોત્તમ સાધન પણ બની શકે છે. માટે જ, માનવશરીરનાં મહા જ્ઞાનિઓએ પણ ઘણાં વખાણ કર્યા છે. આજે “ફારીમાળે હજુ ઘધન'—એ વાક્યને ઉપયોગ