________________
૨૯૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જોતાં તમારી આંખોને જેમ આરીસા ઉપર સ્થિર કરી દે છે, તેમ એ રાજર્ષિએ, સૂર્યના બિમ્બ ઉપર પિતાનાં નેત્રોને સ્થિર કરી દીધાં હતાં. એટલું જ નહિ, પણ એ રાજર્ષિ સૂર્યના તાપથી આતાપના લઈ રહ્યા હતા. એક પગના આધારે, બે હાથને ઉંચા કરીને અને સૂર્યના બિમ્બ ઉપર નેને સ્થિરતાથી સ્થાપીને પણ તેઓ તડકામાં ઉભા રહ્યા હતા. આથી, પરસેવાનાં બિન્દુઓને લીધે, તેમનું આખું ય શરીર ફેડલાવાળું હોય એવું લાગતું હતું અને વહેતા પસીનાના પાણીથી તેમનું શરીર જાણે સાક્ષાત્ શાન્તરસ આવીને ઉભે હોય, એવું દેખાતું હતું. “શરીરમાઘ હજુ ધર્મસાધનમ' નું રહસ્યઃ
રાજર્ષિ શ્રી પ્રસન્નચન્દ્રને વૈરાગ્ય કેટલો બધે ઉત્કટ કેટિને છે, એની કલ્પના તે તમને આવે છે ને ? જમ્યા ત્યારથી તે દીક્ષા લીધી ત્યાં સુધી જે શરીરે રાજસુખ ભેગવ્યાં છે, જે શરીરને ત્યાં સુધી સૂર્યનું કિરણ સ્પર્શવા પણ પામ્યું. નથી અને જે શરીર સુકમળપણે જ વધતું આવ્યું છે, એ શરીરથી રાજર્ષિ શ્રી પ્રસન્નચન્દ્ર કેવું કઠેર કામ લઈ રહ્યા છે? કેમ? કઠોર એવાં પણ કર્મોને ભેદી નાખવાં છે, એ માટે ! “શરીરમા હજુ ઘસાધન –એવું બોલનારાઓ તે ઘણા છે. એવું બોલીને પણ, શરીરની જ આળપંપાળમાં પડયા રહેનારાઓને, આ સંસારમાં તટે નથી. શરીરને એકાતે ધર્મનું સાધન જ બનાવનારાઓ તે, આવા કેઈ વિરલ જ હોય છે. રાજીમાદ્ય વાસુ ઘર્મસાધનમ્”—એ વાક્ય, વાસ્તવિક રીતિએ તે, ધર્મની જ મહત્તાને બતાવનારું છે. ધર્મ એ સાધ્ય અને