________________
૨૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
શ્રી પ્રસન્નચને શાથી દીક્ષા લીધી?
આપણી વાત તે એ હતી કે જેમને આવાં સંસ્કારી માતા-પિતા મળ્યાં હોય, તે સારા નિવડે એ સ્વાભાવિક છે. આ માતા-પિતાને ઓળખીએ, તો એ વિચાર પણ ન આવે કે–શ્રી પ્રસન્નચન્દ્ર નાની વયના પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને દીક્ષા કેમ લીધી હશે? ઊલટું, એ વિચાર આવે કે–આવાં સંસ્કારી માતા-પિતાને પુત્ર, સંયોગવશાત્ નાની વયના પણ પુત્રને રાજગાદી ઉપર સ્થાપીને દીક્ષા લે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ.
શ્રી પ્રસન્નચન્દ્ર શાથી દીક્ષા લીધી હતી, એટલે કેક્યા નિમિત્તે લીધી હતી, તે જાણે છે?
તેમની માતા સગર્ભાવસ્થામાં જ પિતાના પતિ રાજા સેમચન્દ્રની સાથે વનમાં ગઈ હતી. ત્યાં તેણુએ પુત્રને જન્મ આપ્યા હતા. એ પુત્ર કેવી રીતિએ મેટો થયે, કેવા પ્રકારે તેનું જંગલમાંથી નગર તરફ આકર્ષણ કરવામાં આવ્યું અને પછી પાછો તે કેમ જંગલમાં પિતાની પાસે ગયે, એ વિગેરે વાતોને તે, અહીં પ્રસંગ નહિ હોવાથી છોડી દઈએ છીએ, પરતુ શ્રી પ્રસન્નચન્દ્ર રાજાના એ વલ્કલચીરી નામના નાના ભાઈને, પિતાનાં તાપસપણાનાં ઉપકરણોને સાફ કરતાં, જાતિ
સ્મરણ જ્ઞાન થયું અને એથી પૂર્વભવમાં જે ચારિત્ર પાળેલું તે યાદ આવ્યું. એ ઉપરથી, તેઓ એવા ધ્યાનારૂઢ બની ગયા કે ત્યાં ને ત્યાં જ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
કેવલજ્ઞાની બનેલા શ્રી વલ્લકચીરીએ ઉપદેશ આપીને, તેમના પિતા શ્રી સોમચન્દ્રને તાપસમાંથી જૈન મુનિ બનાવ્યા