________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૫ મળી હતી. ધેળા વાળને તેણીએ ધર્મરાજાના દૂત તરીકે ઓળખાવ્યું. દ્વત હોવા છતાં ય એ પ્રશંસાપાત્ર છે, એમ કહ્યું. રાજ્યને તજીને વનવાસને સેવવાને રાજાએ નિર્ણય કર્યો, તો ય તેમાં તેણીએ આડું એક વચન સરખું ય કહ્યું નહિ. તેણીની પતિભક્તિની ભાવના પણ કેવી? રાણી હતી, છતાં જાતે રાજાના માથાના વાળને સાફ કરતી હતી. જંગલમાં પણ આપની સાથે જ રહીને આપની સેવા કરીશ, એમ તેણીએ કહ્યું. પતિભક્તિને માટે બાલ વયના પુત્રને પણ તજી દેવાની તૈયારી બતાવી. છોકરાનું મમત્વ મુંઝવે નહિ, એ માટે ઉદાહરણ કેવું આપ્યું ? જંગલના ઝાડનું ઉદાહરણ આપતાં પણ, તત્ત્વજ્ઞાનની કેવી સુન્દર વાત કહી દીધી? પુત્ર પિતાનાં કર્મોથી જ વૃદ્ધિને પામશે, એમ કહ્યું ને? રાણું આટલી પતિભક્તા, સંસ્કારી અને ધર્મશીલા હોય? રાણીની વાત તે દૂર રહી, પરંતુ આજની શેઠાણુઓમાં ય આવું કાંઈ જેવાને મળે? નહિ જેવી શ્રીમંતાઈમાં છકી તે જાય, પણ એટલામાં છકી જઈને પતિભક્તિને પણ ભૂલી જાય, એવી શેઠાણીએ આજે મોટી સંખ્યામાં છે ને? રમ ફાવે તેમ રમ્યા કરે અને રામાથી શેઠને કામ લેવું પડે; ખવડાવનાર પણ રમાને બદલે રસોઈયે; આ બધાં આજના યુગમાં પ્રદર્શને છે ને? આજનો યુગ આવા સંસ્કારેને પિષે છે, જ્યારે પૂર્વકાળને યુગસંસ્કાર વૈરાગ્યવાસિત હતે. પૂર્વકાળને યુગસંસ્કાર સ્ત્રી જાતિ ઉપર કેવી અસર કરતે, એને જાણવાને માટે શ્રી પ્રસન્નચન્દ્રની માતાની આ હકીકત ઘણી જ ઉપયોગી છે તેમ જ જે સતી સ્ત્રી તરીકે જીવવું ' હોય, તે એવી ઈચ્છાવાળી સર્વ સ્ત્રીઓએ સદાને માટે આ સતી સ્ત્રીને નજર સન્મુખ રાખવા જેવી છે.