________________
૩૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
કરનારાઓ, મેટે ભાગે, આ વાત તરફ લક્ષ્ય જ આપતા નથી. આ વાત તરફ જે લક્ષ્ય જાય, તે દરેક માણસને એમ થાય કે-આપણે આ જીવનમાં જેટલા પ્રમાણમાં ધર્મનું આચરીએ, તેટલા પ્રમાણમાં જ આપણને આ જે માનવશરીર મળ્યું છે, તેની સાર્થકતા છે. એટલે, એ વારે વારે, પિતાનું શરીર ધર્મનું સાધન કેટલુંક બન્યું છે ને બને છે, એ તરફ જોયા જ કરે. શરીરને એ પિષે, શરીરને એ નીરોગી રાખવાને મથે, શરીરને એ નીરોગી બનાવવાને મથે અને શરીરની રક્ષા કરે, તો પણ એ બધામાં એનું લક્ષ્ય તે ધર્મની સાધના તરફ જ હોય. એવું લક્ષ્ય હોય, એટલે અવસરે એ ધર્મના ભોગે શરીરની રક્ષા કરવાને બદલે, શરીરના ભેગે ધર્મની રક્ષા કરવાનું પસંદ કરે. એવું લક્ષ્ય હેય, એથી માણસ શરીરને એવા પ્રકારે જાળવવાને માટે તૈયાર રહે નહિ, કે જેથી ધર્મને વિનાશ થવા પામે. ઉપરાન્ત, એ લક્ષ્યમાંથી જે ભાવનું સામર્થ્ય વધી જાય, તે આત્મા શરીરની દરકાર કર્યા વિના પણ, એકાન્ત અને ઉત્કટ કેટિના ધર્મને સાધક બની જાય. એમાં ઘણી જ ઉત્કટ કેટિને વૈરાગ્ય જોઈએ અને રાજર્ષિ શ્રી પ્રસન્નચન્દ્ર એવા ઉત્કટ કોટિના વૈરાગ્યના ભાવથી રંગાઈ ગયા હતા. માટે જ તેઓ, આપણે જોઈ આવ્યા તેમ, માત્ર એક જ પગના આધારે ઉભા રહીને, બને ય હાથને ઉંચા કરીને અને સૂર્યના બિમ્બ ઉપર દષ્ટિને અવિચલપણે સ્થાપિત કરીને, સૂર્યની આતાપનાને સહવાપૂર્વક ધ્યાનમગ્ન બની ગયા હતા. માત્ર ઉપાદાન કારણને માનનારાઓને હિતશિક્ષા
આવા પણ મુનિવર ઉપર નિમિત્તની શી અસર થાય