________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૯ :
મુનિવેષની મહત્તા :
એમને મન સંયમનાં સાધને પણ બહુ કિંમતી હતાં. કેમ? સંયમ અતિશય કિંમતી લાગતું હતું માટે ! જેને સાધ્ય કિંમતી લાગે, તેને સાધનો કિંમતી લાગે જ. સાધ્ય અંગે જ સાધનની કિંમત છે, પણ સાધ્ય અંગેય સાધનની કિંમત તે ખરી ને ? ગૃહસ્થષમાં રહેલાઓ પણ કઈ કઈ વાર : ભાવના ભાવમાં ધ્યાનારૂઢ બની ગયા અને ક્ષપકશ્રેણિ માંડીને કેવલજ્ઞાની બન્યા, એવા પણ પ્રસંગે તમે સાંભળ્યા છે ને? એ રીતિએ કેવલજ્ઞાનને પામી ગયેલાઓ પણ, જે આયુષ્ય બાકી હોય અને વિચારવાનું હોય, તે તરત જ મુનિવેષને સ્વીકારે છે, એ જાણે છે ? કેવલજ્ઞાન તે થઈ ગયું છે, તે જ ભવમાં મુક્તિએ જવાના–એ નિશ્ચિત છે, એમને કઈ સંગ સતાવે ને ભૂલવે એ બનવાજોગ નથી જ, એમ છતાં ય. કૃતકૃત્ય બની ગયેલા એવા કેવલજ્ઞાનિઓ પણ મુનિવેષને સ્વીકારે છે! ગૃહસ્થવેષને તજી દઈને, મુનિવેષને સ્વીકારે છે. મુનિવેષની આ પણ મહત્તા છે. મુનિવેષ સંયમના પાલનમાં . સહાયક બને છે. સંયમના પાલનમાં સહાયક બને છે એટલું જ નહિ, પણ ભાન ભૂલનારને ભાનમાં આવવામાં પણ મુનિવેષ નિમિત્ત બને છે. ભાવથી સંયમ લેનારને માટે અને ભાવની દષ્ટિવાળાને માટે, મનિષ પણ ઘણે ઉપકારક નિવડે છે. . ભાવથી જ બેડે પાર છે, માટે ભાવ તરફ જ લક્ષ્ય હોવું. જોઈએ—એની ના નથી, પરંતુ અમુક દ્રવ્યેય ભાવનું કારણ બને છે. ભાવના લક્ષ્યવાળે શ્રી જિનમંદિરમાં જાય, તો ભગવાનના બિમ્બના દર્શનના ગે એના ભાવમાં અદ્ભુત અભિવૃદ્ધિ