________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૭ દષ્ટિવિકારને લઇને સાચી પણ વાત બેટી ભાસે છે. સાચી પણ વાત ખેતી ભાસે છે-એટલું જ નહિ, પણ સાચી વાત કહેનારાઓ પ્રત્યે પણ દુર્ભાવ પેદા થાય છે. એથી જ, એવાઓ પિતાના વિકારને આરેપ, જૈન સાહિત્યના રક્ષકે આદિ ઉપર ઢળવાનો પ્રયાસ કરે છે.
અજ્ઞાન અને ભદ્રિક માણસને ભરમાવવાને માટે, એવાઓ આવી વાતોને એવા રૂપમાં રજૂ કરે છે કે શું એ એઘામાં રત્ન જડ્યાં હતાં? ઉનની તે આ કિંમત હોતી હશે ? છે કાંઈ પ્રશંસા કરવાની મર્યાદા ?”
પણ તેઓ તાત્વિક દષ્ટિએ વિચાર જ કરતા નથી. જ્યારે પ્રેમ ઉછાળે મારે છે, એકદમ વેગબંધ ઉછાળે મારે છે, ત્યારે ચીજની કિંમત અપાતી નથી, પણ ચીજની કિંમતના મિષે પિતાના આન્તરિક ભાવને દાનનું રૂપક અપાય છે. રાજા આદિએ પુત્રજન્મની વધામણી લાવનારાઓને કેવાં. કેવાં દાન આપ્યાં છે, એ વાંચ્યું છે? શત્રુ ઉપર જય મેળવી આવનારને તો ઠીક, પણ જય મળ્યાના સમાચાર પહેલાં લાવનારને ય રાજાઓ નવાજી દેતા. ત્યાં હૈયાના આનન્દને જે ભાવ, તેનું જોર છે. એમ ભગવાન પધાર્યાના અને ગુરૂ . મહારાજ પધાર્યાના સમાચાર લાવનારાઓને ભારે ભારે ઈનામ અપાયાના દાખલાઓ ઈતિહાસને પાને ટંકાએલા છે..
આજે તે ઉદારતા ઘણે અંશે મરી પરવારી છે, એટલે ઉદારના ઉદાર વર્તનના મર્મને ઝટ ખ્યાલ આવે નહિ-એ બનવાજોગ છે; અને તેમાં ય જે મહા કૃપણ હોય, તેને તે ઉદારની ઉદારતાની વાત ગપ્પાં જેવી જ લાગે.
પ્રેમને ઉછાળે એવી ચીજ છે કે–એ વખતે માણસ: