________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૫ તે માનવી આદિના બનેલા બનાવના વૃત્તાન્ત રૂપ જે કથા, એવા પ્રકારની સઘળી ય કથાઓને ચરિતકથાઓ કહેવાય છે. ઉપદેશ માટે કલ્પિત અથવા તે ઘટાવેલી કથાઓ ન જ કહેવાય—એવું નથી, પરંતુ શ્રી ભગવતીજી સૂત્રમાં જે કથાઓ કહેવાએલી છે, તે બનેલા બનાવની કથાઓ છે. સારા માણસનાં આચરણે આદિની કથાને ચરિતકથા કહેવાય અને ખરાબ માણસનાં આચરણે આદિની કથાને ય ચરિતકથા કહેવાય. આ બન્ને ય પ્રકારની કથાઓ શ્રી ભગવતીજી સૂત્રમાં છે. શ્રી સ્કંદકજી વિગેરેની જીવનકથા પણ છે અને જમાલિ વિગેરેની જીવનકથા પણ છે. એ બધી કથાઓમાં નાનાવિધપણું તે હજુ મનાય, પરન્તુ એ બધી કથાઓમાં અભુતતા અને પ્રવરતા છે–એમ તો મનાય જ નહિ. આમ છતાં પણ, શ્રી ભગવતીજી સૂત્રમાં આવતી સર્વ ચરિતકથાઓને અંગે પણ, નવમા વિશેષણનો આપણે જે અર્થ લીધે છે અને એ જ અર્થ લે વ્યાજબી છે, તે અર્થના સંબંધે એમ કહી શકાય કે–તે નાનાવિધ, અદભુત અને પ્રવર જ્ઞાનની દાતા છે. શ્રી ભગવતીજી સૂત્રમાં આવતી સઘળી ય કથાઓ પણ સમ્યજ્ઞાનનું જ દાન કરનારી છે. આ ચરિતકથાઓ દ્વારા પણ શ્રી ભગવતીજી સૂત્ર જે જ્ઞાનદાન કરે છે, તે નાનાવિધ પણ હોય. છે, અદભુત પણ હોય છે અને પ્રવર પણ હોય છે. “કુપાત્રે પડેલી વિદ્યા નાશક નિવડે છે એવી કહેવતને
ચરિતાર્થ કરનારી વિકારી દષ્ટિ : શ્રી ભગવતીજી સૂત્રમાં આલેખાએલાં ચરિત્રે વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારાં, મેષ રૂપી મહેલમાં પહોંચાડનારાં હોવાથી,