________________
૨૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને બીજા રાજાને સંદેશ, મેટે ભાગે યુદ્ધની આગાહી રૂપ ગણાય.. આથી, રાણીએ એવું કહ્યું કે– દૂત આવ્યો. એટલે રાજા સેમચન્દ્ર ચારેય તરફ જવા લાગ્યા.
“દૂત આવે તે ય રાજસભામાં આવે, એને બદલે છેક અન્તઃપુરના ઉંડાણ સુધી પહોંચી જનાર દ્રત કર્યો ? શું હશે?” –આવો વિચાર પણ આવે ને ? રાજાએ બરાબર બધી દિશાએનું અવલોકન કરી લીધું, પણ ક્યાં ય રાણી સિવાય કંઈ દેખાયું નહિ, એટલે રાજાએ રાણીને પૂછયું કે-દૂત મને કેમ દેખાતો નથી ?' | મનમાં ખાત્રી છે કે-રાણું ખોટું કહે નહિ અને પિતે બધે જોયું તે છતાં ય ક્યાં ય દૂત દેખાયો નહિ, એટલે રાણીને પૂછ્યું.
રાણીએ તરત જ રાજા સેમચન્દ્રના માથામાં જે એક ધૂળે વાળ હતું, તેને ઉખેડી નાખ્યો અને તે વાળને રાજાના હાથમાં મૂકતાં કહ્યું કે આ કેશરાજ ધર્મરાજાનો દૂત છે, માટે ભય પમાડનાર નથી, પણ આનંદ પમાડનાર છે.”
રાજા સેમચન્દ્ર તે, પોતાના હાથમાં મૂકાએલા પિતાના માથાના ધોળા વાળને જોઈ જ રહ્યા. જેમ જેમ રાજા એ વાળને જોતા ગયા તેમ તેમ તેમના ચહેરા ઉપર વધુ ને વધુ વેદના જણાવા લાગી. તેમનું રાજમુખ પ્લાન-ફર્ક પડી ગયું.
આથી રાજાને પુનઃ આનન્દમાં લાવવાને માટે, રાણી ધારિણીએ રાજાને કહ્યું કે-“દેવ! વૃદ્ધાવસ્થાના આગમનથી આપને શરમ આવે છે? એક ધેળા વાળ માત્રને જોઈને જો આપનું મન આટલું બધું ખિન્ન થઈ જતું હોય, તો હું પટહ વગડાવીને ઘોષણા કરાવું અને “કઈ પણ આપના વૃદ્ધપણાની