________________
શ્રીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૨૯૧
દીધા. એમણે મહા રાજ્યના ત્યાગ તા કર્યાં હતા, પરન્તુ પોતાના કુટુંબનાય. એમણે કેવી રીતિએ ત્યાગ કર્યો હતા, એ જાણેા છે ? એમને માત્ર એક જ પુત્ર હતા. એકના એક પુત્ર ખાલ્યાવસ્થાવાળા હોવા છતાં પણ, સ્થિર વૈરાગ્યવાળા શ્રી પ્રસન્નચન્દ્ર રાજાએ, એ પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરી દીધા અને પેાતે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષા લઇ લીધી.
શ્રી પ્રસન્નચન્દ્રનાં માતા-પિતા :
આ શું સામાન્ય ખાખત છે? આ ખાખત આમ તા સામાન્ય નથી જ, પરન્તુ શ્રી પ્રસન્નચન્દ્રને માટે તે એ પરાપૂર્વથી ચાલી આવતી હેાય એવી ખાખત હતી. એમના પિતા પણુ, શ્રી પ્રસન્નચન્દ્રને ધપીતી અવસ્થામાં જ રાજગાદી ઉપર સ્થાપીને, સગર્ભા એવી પણ પેાતાની પત્ની સહિત તાપસ બની ગયા હતા.
એમનું નામ સામચન્દ્ર હતું. જગતના જીવાને, સંસારના રસીયાઓને નહિ . જેવી લાગે, ઘણી સામાન્ય લાગે–એવી એક બાબત જ, સામચન્દ્રના રાજત્યાગમાં નિમિત્તભૂત બની હતી. સામચન્દ્ર રાજાની ધારિણી નામની પત્ની, એક વાર જ્યારે રાજમહેલના ગવાક્ષમાં બેઠેલા પેાતાના પતિના માથાના વાળાને સાફ કરતી હતી, તે વખતે તેણીએ રાજાને કહ્યું કે· સ્વામીનાથ ! ક્રૂત આવ્યેા.’
રાજાઓને મન દૂતનું આગમન, એ ઘણી મેાટી આશંકાને પેદા કરનાર બને છે. એક રાજા ઉપર બીજા રાજા તરફના સંદેશા લઇને આવનાર માણસને ક્રૂત તરીકે ઓળખાય છે.