________________
૨૮૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો પ્રવર કેટિનું જ્ઞાનદાન કરનારાં છે. દરેક ચરિત્રમાં ભિન્ન ભિન્ન પ્રસંગે આવતા હોવાથી, આ સૂત્રનું જ્ઞાનદાન નાનાવિધ વિશેષણને સાર્થક કરે છે અને દરેક ચરિત્રમાંથી, જે તારવણી કાઢવામાં આવે છે તે અદભુત લેટિની હોવાથી, આ સૂત્રનું જ્ઞાનદાન અદભુત વિશેષણને સાર્થક કરે છે. આમ છતાં પણ, આ જ્ઞાનદાન સર્વને સારી અને સરખી અસર કરનારું નિવડે છે–એવું નથી. એટલા માટે તે, આપણે વિચારી આવ્યા કે-સમ્યક્ સ્વરૂપવાળું પણ મૃત, મિથ્યાષ્ટિ આત્મામાં મિથ્યા સ્વરૂપે પરિણામ પામે છે. સારા પણ જ્ઞાનથી સારી અસર કે માઠી અસર થવાની તો જીવ ઉપર ને? જીવ કુપાત્ર હોય, ત્યાં શું થાય? દુનિયામાં ય કહેવાય છે કે-કુપાત્રે પડેલી વિદ્યા નાશક નિવડે છે.”
જેમ કે-આ શ્રી ભગવતીજી સૂત્રમાં અન્ય ચરિતાની માફક જમાલિનું ચરિત પણ આવે છે. એમાં જણાવવામાં આવ્યું છે કે-જમાલિને માટેના માત્ર એક એઘાની–રહરણની કિંમત એક લાખ રૂપીઆ આપવામાં આવી. વાત અદ્ભુત–આશ્ચર્યકારક છે ને? પણ આ વાત જાણવામાં આવતાં, જે જે માણસ હોય, તેને તે વિચાર આવે.
સારા માણસને, શ્રદ્ધાળુ જનને વિચાર આવે કે-“ચરિત્રને, સંયમને કે અદ્ભુત પ્રેમ ?” જેને સમ્યક્ સમજ ન હોય, તેને એ જ વાત ગપ્પાં જેવી લાગે. જ્યાં સાચો પ્રેમ હોય, ત્યાં શું શું સંભવે છે, તેની એને કલ્પના ન આવે, કેમ કે સંયમ ઉપર જ પ્રીતિ નથી. પછી એવા જૈન સાહિત્યમાં વિકાર થઈ ગયો છે, એવી વાતો પણ કરે. વસ્તુતઃ વિકાર પિતાની બુદ્ધિમાં, પિતાની દ્રષ્ટિમાં છે. પિતાના જ