________________
૨૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં જેટલી કથાઓ છે, તે બધી ય ચરિતકથાઓ જરૂર છે, પરંતુ તેથી તે દરેક કથા નાનાવિધ, અદ્ભુત અને પ્રવર છે–એવું નથી. ચરિતકથા એટલે જે આચરાએલું છે, એની કથા; એ કલ્પિતકથા નહિ. કથાઓ કલ્પિત પણ હોઈ શકે છે. જેમ ગૂજરાતી ચોપડીએમાં પશુઓની સભાની કથા આવે છે. એક પશુએ કહ્યું કે-મારામાં અમુક ગુણ છે અને હું જનતાની અમુક અમુક પ્રકારે સેવા કરું છું; જ્યારે બીજા પશુએ પણ કહ્યું કે-મારો અમુક ગુણ છે, હું અમુક પ્રકારે જનસેવા કરું છું અને તેમ છતાં પણ લોકે મારા પ્રત્યે અમુક પ્રકારને વર્તાવ રાખે છે. પશુઓની સભા, એ કલ્પનાની વસ્તુ છે, માટે એ કથા હેવા છતાં પણ ચરિતકથા નથી, પરંતુ કલ્પિતકથા છે. એવી વાત અંગ્રેજી ચોપડીમાં પણ આવે છે. સૂર્ય અને પવન વચ્ચે હંશાતેંશી થઈ અને “રસ્તે ચાલનાર માણસનાં કપડાં જે ઉતરાવી નાખે તે જીતે”—એવું નક્કી થયું. પછી સૂર્ય ખૂબ ખૂબ તપવા માંડ્યું. સૂર્ય એટલો બધો તપવા માંડે કેપેલો મુફાસર પિતાના અંગ ઉપરના વસ્ત્રને સહી શક્યો નહિ. એણે એક પછી એક–એમ પિતાનાં બધાં ય કપડાંને ઉતારી નાખ્યાં. પછી પવનને વારે આવ્યા. પવન જેમ જેમ જેર કરવા લાગ્યો, તેમ તેમ એ મુસાફરને ઠંડી લાગવા માંડી અને તેણે ઉપરાઉપરી કપડાં પહેરવા માંડ્યાં. આવી પવન– સૂર્યની હરીફાઈની કથા જેવી અથવા તો પશુઓની સભાની કથા જેવી જે કથાઓ, તે બધી કલ્પિત કથાઓ કહેવાય છે. બનેલા બનાવવાની, આચરણવાળી અથવા તે આચરણની જે કથા, તે ચરિતકથા કહેવાય છે. જીવનચરિત્ર રૂપ અથવા