________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના :
૨૮૩
મળે છે. વળી શ્રી ભગવતીજી સૂત્ર વિવિધ એવા પ્રશ્નો અને તેના ઉત્તવાળું છે, એટલે પણ આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ વિવિધતામય છે, અનેક પ્રકારનું છે, –એમ કહી શકાય. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ અદ્દભુત પણ છે; કારણ કે-આ સૂત્રને વાંચનારને અને સાંભળનારને આશ્ચર્ય ઉપજાવે એવી ઘણી બાબતો આ શ્રી ભગવતીજી સૂત્રમાં ભરેલી છે. વસ્તસ્વરૂપનું વર્ણન અને એને સિદ્ધ કરનારા હેતુઓ, ભલભલા બુદ્ધિશાલિને પણ આશ્ચર્યમાં ગરકાવ બનાવી દે તેમ છે. ત્રીજું વિશેષ જે પ્રવર, તે તે છે જ? કારણ કે આ શ્રી ભગવતીજી સૂત્રનું મૂળ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ અર્થથી પ્રરૂપેલું અને પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્ર રૂપે ગુંથેલું આ સૂત્ર હોઈને, આ સૂત્ર જે જ્ઞાનદાન કરે, તે પ્રવર કોટિનું જ હોય, એમાં કાંઈ તમને બહુ સમજાવવાની જરૂર પડે તેમ નથી. આપણે પહેલાં વિચારી આવ્યા તેમ, આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સરવાળે તે અભયદાતા જ બનાવનારું છે. હેય, ગેય ને ઉપાદેય ત્રણેય પ્રકારના પદાર્થોના સ્વરૂપનું વર્ણન આમાં છે, પરંતુ એ બધું વર્ણન એટલા જ માટે છે કે આ વર્ણનને જાણુને જીવ અભયદાતા બને અને અભયદાતા બનવા દ્વારા એ પિતે સર્વ પ્રકારની અભયતાને પામે. શ્રી ભગવતીજી સૂત્રમાંની ચરિત-સ્થાઓ :
નાનાવિધ, અભુત અને પ્રવર જ્ઞાનનું દાન કરવાને માટે, આ શ્રી ભગવતીજી સૂત્રમાં સંખ્યાબંધ ચરિતકથાઓ