________________
–
૨૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ અત્યારે તે એ વાત છે કે–એ પુસ્તક કેવા પ્રકારના જ્ઞાનદાનને કરનારું કહેવાય ? એમાં જે મિથ્યાજ્ઞાન ભરેલું હોય, તે એ મિથ્યા જ્ઞાનનું દાન કરનારું કહેવાય. આથી, સઘળાં ય પુસ્તકનું જ્ઞાનદાન રૂપ જે આચરણ છે, તે પ્રશંસનીય નથી હોતું. આ અપેક્ષાએ, જ્ઞાનદાન રૂપ આચરણ પણ નિન્દ કેટિનું ય હોઈ શકે છે. એટલે આ નવમા વિશેષણમાં આચરણનાં જે ત્રણ વિશેષણો છે, તેમાં સૌથી અગત્યનું વિશેષણ પ્રવર છે. કઈ પણ ચેતનનું આચરણ કે જડનું આચરણ, તે નાનાવિધ હેાય એટલા માત્રથી કિંમતી નથી, તે અદભુત લાગે એટલા માત્રથી ય કિંમતી નથી, પરંતુ તે પ્રવર હોય તે જ કિંમતી છે. પ્રવર આચરણ પ્રશંસનીય છે અને એથી એ આચરણ જે નાનાવિધ તથા અદ્ભુત હોય, તે વિશેષ પ્રશંસાને પાત્ર બને છે; પરન્તુ જે આચરણ અધમ હોય, તે આચરણ ગમે તેટલું નાનાવિધ હોય અને અદ્ભુત લાગે તેવું હોય, તો પણ તે પ્રશંસનીય નથી; પ્રશંસનીય તો નથી જ, પરંતુ એ નિન્દ કેટિનું છે. આ વાતને તમને ખ્યાલ આવે, એ માટે જ આટલી વાત કરી. આથી, તમે જ્ઞાનદાનના આચરણ માત્રથી નહિ મુંઝાતાં, તે પ્રવર છે કે નહિ–તે જેવાને પ્રેરાશે. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ નાનાવિધેય છે,
અદૂભુતેય છે ને પ્રવરે છેઃ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ તે નાનાવિધ પણ છે, અદભુત પણ છે અને પ્રવર પણ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં ભિન્ન ભિન્ન વિષયની છણાવટ છે, એટલે શ્રી ભગવતીજી સૂત્રથી જે જ્ઞાન મળે છે, તે વિવિધ પ્રકારનું