________________
૨૮૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. તીર્થની સ્થાપના કરી. ભગવાને જે મોક્ષમાર્ગ બતાવ્યો, તે જગતના જી અભયના દાતા બની શકે એવો માર્ગ બતાવ્યો, એમ પણ કહી શકાય. અભયદાતા બન્યા વિના, મોક્ષને પામી શકાય નહિ. મેક્ષને પામ હોય, તે અભયદાતા બનવું જ જોઈએ. જે ખરેખર અભયદાતા બને, તે મોક્ષને પામ્યા વિના રહે જ નહિ. એ માટે મોક્ષમાર્ગ એ છે કે-એ માર્ગે ચાલનારે, અભયદાતા ન હોય—એવું બને જ નહિ. મોક્ષમાર્ગ જ અભયદાનમય છે. આવા માર્ગનું દાન તે, જ્ઞાનદાનથી જ થઈ શકે છે, માટે જ્ઞાનદાનની મહત્તા છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવને અજોડ ઉપકાર શે ? જ્ઞાનદાન દીધું એ-એમ કહીએ, તે પણ તેમાં આ વાતને સમજીને જ બોલવું પડે. ભગવાને એવું જ્ઞાનદાન દીધું છે કે એ જ્ઞાનદાનને જેમણે લીધું, પિતાનું બનાવ્યું, તેટલા જ ઉપર જ ભગવાનના જ્ઞાનદાનથી ઉપકાર થયે એમ નહિ, પરંતુ જે પિતાની નાલાયકાતથી એ જ્ઞાનદાનને લઈ શક્યા નહિ, જે જીએ પિતાની નાલાયકાતથી એ જ્ઞાનદાન સામે પણ પ્રહાર કર્યા,
એવા જીવો ઉપર પણ ભગવાનના જ્ઞાનદાનથી ઉપકાર થયે. તમને આશ્ચર્ય લાગશે. તમે કદાચ કહેશે કે-જે જ જ્ઞાનદાન લઈ શક્યા નહિ તેમના ઉપર વળી ભગવાનના સાનદાનથી ઉપકાર છે? અને તેમાં ય, એ જ્ઞાનદાન સામે પ્રહારો કરનારા જે જીવે, તેમના ઉપર તો ઉપકાર થયાનું સંભવે જ કેમ? એવાઓ તો સંસારમાં રૂલે!” આ વાતેય કાઢી નાખવા જેવી નથી. ભગવાનના જ્ઞાનદાનના ઉપકારને જેઓ અભવ્યતા, બહુલકમિતા, સામગ્રીના યુગને અભાવ –એ વિગેરે કારણે એ પણ ગ્રહણ કરી શક્યા નહિ, તેઓને