________________
૨૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
વિશેષણ પણ લગાડ્યું છે. જ્ઞાની જે જીવહિંસાને પ્રેમી હોય તો એ સાચે જ્ઞાની નથી
પણ મિથ્યાજ્ઞાની છે : ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપકાર અજેડ કોટિને છે અને ભગવાન શ્રી જિનેશ્વરદે જ્ઞાનદાન દ્વારા જ એ અજોડ કેટિના ઉપકાર કરનારા બને છે, પરંતુ એ જ્ઞાન પ્રવર કેટિનું હોય છે, માટે જ એ ઉપકારક ગણાય છે. એ અપેક્ષાએ જ કહેવાય છે કે-“જ્ઞાનદાનના ઉપકાર જે બીજે કે ઉપકાર નથી. કેટલાક સંયોગોમાં અભયદાનનું મહત્વ વધી જાય છે અને જ્ઞાનદાનનું પણ વાસ્તવિક ફલ તો એ જ્ઞાન અભયદાનમાં પરિણમે એમાં જ રહેલું છે, પરંતુ અભયદાનનું ય સર્જક એવું કેઈ દાન હોય, તે તે જ્ઞાનદાન છે. જ્ઞાન જેમ જીવેના અસ્તિત્વનાં સ્થાને બતાવનાર છે, તેમ છવહિંસાથી બચવાની જરૂરને બતાવવાની સાથે, જીવહિંસાથી બચવાને માટે શું શું કરવું જોઈએ એને પણ બતાવનાર છે. વળી, જીવહિંસાથી બચનારને કેવા કેવા લાભ થાય છે, એ બતાવીને ચ, જીવહિંસાથી બચવાની પ્રેરણા આપનાર છે. જે જ્ઞાન જીવહિંસાથી બચવાની પ્રેરણા નથી કરતું, તે જ્ઞાન સમ્યફ કેટિનું જ્ઞાન નથી. જ્ઞાની અને જીવહિંસાને પ્રેમી, એ બનવાજોગ વસ્તુ જ નથી. કાં તો એ જ્ઞાની નહિ એટલે કે-મિથ્યાજ્ઞાની અને કાં તો એ જીવદયા પ્રેમી, પણ જીવહિંસાને પ્રેમી નહિ. જ્ઞાનીથી જીવહિંસા થઈ જાય એ બને, જ્ઞાની જીવહિંસાને તજી શકે નહિ એમ પણ બને અને જ્ઞાની જીવહિંસાવાળાં આચરણેને આચરનારે હોય એમ પણ બને,