________________
૨૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
વિધ છે તેમ જ કયા કારણે તે અદ્ભુત અને પ્રવર પણ છે. દાન કેવું છે, તેના નિર્ણય દાનમાં જે દેવાય તેના ઉપરથી પણ કરાય છે. દાનમાં દાતાના ભાવ પણ જોવાય, પરન્તુ શ્રી ભગવતીજી સૂત્રની રચના માત્રને અવલંખીને વિચાર કરીએ, ત્યાં દાતાના ભાવના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. દાતાના ભાવની વાતને બાજૂએ રાખીએ અને દાનમાં દેવાતી વસ્તુ ઉપરથી નિર્ણય કરીએ કેન્દ્વાન કેવું છે, તેા શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન નાનાવિધ, અદ્ભુત અને પ્રવર ઠર્યા વિના રહે તેમ નથી. ગ્રન્થ માત્રને જ્ઞાનદાન રૂપ આચરણ હોય છે, પણ સર્વ ગ્રન્થાનું એ આચરણ સમાન કેટનું હોતું નથી. કેટલાક ગ્રન્થાનું જ્ઞાનદાન રૂપ આચરણ અધમ કેટિનું પણ હાય છે. જે જ્ઞાન અપાય, તે જ્ઞાન સ્વરૂપે જો સમ્યક્ શ્રુતપણાની ઉપમાને ચેાગ્ય હોય, તેા જ તેવા જ્ઞાનનું દાન એ તે ગ્રન્થનું ઉત્તમ આચરણ છે. શ્રુત, સ્વરૂપે સમ્યક્ પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. સમ્યક્ પણ શ્રુત, સ્વામીની અપેક્ષાએ મિથ્યા શ્રુત રૂપ અને—એ પણ શકય છે અને મિથ્યા પણ શ્રુત, સ્વામીની અપેક્ષાએ સમ્યક્ શ્રુત રૂપ અને—એ પણ શકય છે. શ્રુતજ્ઞાન સ્વરૂપે સમ્યક્ કાટિનું હાય, પરન્તુ તેને મિથ્યાદૃષ્ટિ જીવ પેાતાના હૈયામાં મિથ્યા રૂપે પરિણમાવે છે, જયારે સમ્યગ્દષ્ટિ આત્મા સ્વરૂપે મિથ્યા એવા શ્રુતજ્ઞાનને પણ પોતાના હૈયામાં સમ્યક રૂપે પરિણમાવનારા અને છે. આપણી વાત તા એ છે કે—સામાન્ય રૂપમાં જ્ઞાનના નામથી જે આળખાય છે, તેમાં માત્ર સમ્યજ્ઞાનના જ સમાવેશ થતા નથી, પણ મિથ્યા જ્ઞાનના ય તેમાં સમાવેશ થાય છે. એટલે હરેક પુસ્તક, ગ્રન્થ આદિનું જ્ઞાનદાન રૂપ આચરણ ઉત્તમ કોટિનું