________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
૨૭૪
તમને આ જ્ઞાનદાન કરી શકત નહિ.
પ્રશ્નઃ પુસ્તકમાં જ્ઞાનદાન દેવાની શક્તિ હોતી જ નથી. એમાં જે લખ્યું હોય તેને જે વાંચી શકે, વાંચીને અર્થને સમજી શકે, તેને પણ જો તે ઉપયેગપૂર્વક વાંચે અને વિચારે તેા જ્ઞાન થાય; એ વિના નહિ. પુસ્તકમાં જો જ્ઞાનદાન કરવાની શક્તિ હોય, તો તે સૌ કાઇને એ જ્ઞાન દેનારૂં બનવું જોઇએ.
તમે જે રીતિએ આ વાતને વિચારો છે, તે રીતિએ તે માત્ર પુસ્તકા જ નહિ, પરન્તુ શ્રી તીર્થંકર ભગવાન વિગેરે પણ જ્ઞાનદાન દેનારા નથી એમ ઠરશે. ખેાલીને જ જ્ઞાનનું દાન દેવાય એવું નથી, પરન્તુ એમ માનીએ તેા ય જે કાંઈ ખેલાય, તેને જે ઉપયાગપૂર્વક સાંભળે, જે સંભળાય તેને સમજવાની જેનામાં શક્તિ હોય અને જે એવા સમજી જીવ હોય તે પણ જ્યારે સમજીને ઉપયાગપૂર્વક વિચારે ત્યારે એને એનું જ્ઞાન થાય ને ? કેાઈ અંગ્રેજીમાં ખેાલે, તેા એનું ખેલાએલું સંભળાવા છતાં પણ, અંગ્રેજીને નહિ ભણેલાને એ નહિ સમજાય. અંગ્રેજી ભણેલાએ પણ જો એને ઉપયોગપૂર્વક, નહિ સાંભળ્યું હોય, તેા એને એ નહિ સમજાય. ઉપયાગપૂર્વક સાંભળ્યું, સમજાયું, પણ ઉપયેગપૂર્વક વિચરાયું નહિ, તે। ય જ્ઞાન નહિ થાય. એમ જે ખાખતા પુસ્તક ઉપરથી જ્ઞાન થવામાં જરૂરી છે, તે ખાખતા જીવતા માણસ જે કાંઈ મેલે, તેના મેલેલાનું જ્ઞાન થવામાં પણ જરૂરી છે. તમે કહ્યું કે- પુસ્તકમાં જો જ્ઞાનદાનની શકિત હોય, તા સૌ કોઈને એ જ્ઞાન દેનારૂં બનવું જોઇએ ’–એ વાત પણ અસ્થાને છે. શ્રી તીર્થંકર ભગવાનમાં જ્ઞાનદાનની શકિત કાંઈ કમ નહાતી. એમની વાણી તા અતિ