________________
'
'
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૭૩ આચરવું એ યોગ્ય અને હિતાવહ છે કે નહિ એ વિગેરે વિચારણાઓ જડ ન જ કરી શકે, પણ ચેતન જ કરી શકે, એ વાત ખરી છે; પરંતુ અહીં તો માત્ર આચરણની જ વાત, છે. અહીં વિચારપૂર્વકના આચરણની વાત નથી. એટલે જડનું પણ આચરણ હોઈ શકે છે, એ વાત તો તમને સમજાઈ ગઈ ને ?
પ્રશ્ન જડનું આચરણ ન જ હોય, એવું તે કહી શકાય, નહિ. ઉપચારથી જડનું આચરણેય હોઈ શકે.
એટલે, આ શ્રી ભગવતીજી સૂત્ર જડ હોવા છતાં પણ, આ શ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ હોઈ શકે, એ વાતને માનવામાં વાંધો રહ્યો નહિ. શ્રી ભગવતીજી સુત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ
હવે તે, વિચાર એ કરવાને રહ્યો કે-શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ કયું? જ્ઞાનદાન, એ આ શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ છે.
પ્રશ્ન. ખરી રીતિએ તો જ્ઞાનદાન આપ આપે છે, કારણ કે–અમને તે આપના બાલવાથી જ્ઞાન થાય છે, માટે જ્ઞાનદાન એ આપનું આચરણ થયું, પણ જ્ઞાનદાન એ શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ નહિ.
તમે જે જરાક વધારે વિચાર કર્યો હોત, તે તમે આવું કહેતા નહિ. તમને જ્ઞાનદાન હું આપું છું, પણ મને જ્ઞાનદાન તે આ શ્રી ભગવતીજી સૂત્ર આપે છે ને? મેં વાંચ્યું, એથી મને જ્ઞાન થયું, માટે હું જ્ઞાનદાન કરી શકું છું, પણ મને જે આ સૂત્રે જ્ઞાનદાન ન કર્યું છે, તે હું