________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
જ હેાય એવું નથી. જીવાજીવાદિ તત્ત્વભૂત પદાર્થોના સ્વરૂપના સંબંધમાં જે જ્ઞાન સત્યથી વેગળા ખ્યાલ આપે, જે જ્ઞાન વિષય-કષાયના રાગને વધારે, જે જ્ઞાન પૌલિક પદાર્થોના યેાગમાં જ સાચું સુખ બતાવે, જે જ્ઞાન પાપના માર્ગોમાં પ્રવૃત્ત થવામાં કલ્યાણ છે–એવા ભાવને પેદા કરે, જે જ્ઞાન કાં તા કુંદેવ-કુગુરૂ-કુધર્મને માનવા તરફ વાળે અથવા તે દેવ-ગુરૂ-ધર્મને માનવાની જરૂર જ નથી–એવી વિચારસરણીને પેદા કરે, જે જ્ઞાન પલાકના વિચાર કરવામાં મૂર્ખતા ખતાવીને આ લેાકમાં જ કેમ સુખી થવાય એની ચિન્તા પેદા કરે, જે જ્ઞાન પરલેાકને માનવા દે તે ય પરલેાકના હિતની સાધના કરતાં પણ આ લાકની સાધનામાં પહેલાં મગ્નુલ અનવું જોઈએ. એવું શીખવે, જે જ્ઞાન મેાક્ષને માનવા દે નાંહે અથવા માનવા દે તા ય મેાક્ષને માટે જે અનુષ્ઠાનમાં રસ પેદા થવા જોઈ એ તેમાં રસ પેદા થવા દે નહિ અથવ. જે જ્ઞાન મેાક્ષને માનવા દે પણ મેાક્ષના માર્ગ તરીકે હિંસાદિક પાપાવાળા માર્ગને સાચા મેાક્ષમાર્ગ મનાવે અને જે જ્ઞાન ભગવાન શ્રી જિનેશ્વરદેવાના પ્રવચનમાં નિર્મલ શ્રદ્ધાને પેદા કરવાને બદલે શ્રી જિનપ્રવચનમાં કુશંકાએ પેદા કરાવે, એવા પ્રકારનું જે કાઈ પણ પુસ્તકાદિનું જ્ઞાનદાન રૂપ આચરણ, એ કેવળ મિથ્યા જ્ઞાનનું દાન હેાવાથી, અધમ કેટનું જ આચરણ છે. એવા જ્ઞાનદાનમાં ગમે તેટલી નાનાવિધતા હાય અગર તે અદ્ભુતતા લાગે એવું પણ ગમે તેટલું તેમાં હાય, તો પણ એ જ્ઞાનદાનનું ચરિત પ્રવર કેટિમાં ગણાય જ નહિ. ટીકાકાર પરમષિએ ચરિતને નાનાવિધ અને અદ્ભુત એવાં એ વિશેષણા લગાડવાની સાથે, ત્રીજું પ્રવર એવું
૧૮
૨૭૦