________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૭૧ જ નથી. વળી, એ આચરિતે એવાં છે, કે જેનું માણસાએ પણ અનુકરણ કરવું જોઈએ, એટલે એને “પ્રવર” કહેવાં, એ પણ યુક્તિસંગત છે. આ રીતિએ જોતાં, નકકી થયું કેકઈ પણ, એટલે કે-દરેકે દરેક જયકુંજર નાનાવિધ, અદ્ભુત અને પ્રવર ચરિતવાળે હોય છે. આચરણ જડતું પણ હોઈ શકે?
આપણે હવે, આ નવમું વિશેષણ શ્રી ભગવતીજી સૂત્રને અંગે કેવી રીતિએ ઘટે છે, એને વિચાર કરીએ. જેનું ચરિત નાનાવિધ, અદ્ભુત અને પ્રવર છે એવું આ શ્રી ભગવતીજી સૂત્ર છે, એમ ટીકાકાર મહર્ષિ આ નવમા વિશેષણ દ્વારા ફરમાવે છે. આ વિશેષણમાં ચરિત એ મુખ્ય વસ્તુ છે. ચરિત એટલે આચરણ. શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ હોઈ શકે કે નહિ અને હેઈ શકે તે તે કયું હોઈ શકે, તેને નિર્ણય પહેલ કરી લેવું જોઈએ. શ્રી ભગવતીજી સૂત્રના આચરણ સંબંધી આપણે જે વ્યાજબી નિર્ણય કરી શકીએ, તો એ આચરણ કેવા પ્રકારે નાનાવિધ છે અને શાથી તે અદ્ભુત પણ છે તથા પ્રવર પણ છે–તેને નિર્ણય તે ઘણું જ સહેલાઈથી થઈ શકે એવે છે. આથી, એક વાર એ વિચારે કેશ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ છે કે નહિ અને છે તે કયું છે? શ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ ન હોઈ શકે, એવું કહેનારા અગર માનનારા શું કહે? પ્રાયઃ એ જ કે આચરણ તો ચેતનનું જ હોઈ શકે, પણ જડનું આચરણ હોઈ શકે નહિ.” પરંતુ એમ કહેવું, એ શું બરાબર છે ? આચરણ ચેતનનું જ હેઈ શકે અને જડનું ન જ હોઈ શકે?