________________
૨૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉત્તમ હોય, તે પણ ખાનારને માટે અધમ જ છે અને ખવડાવનારના આદરવાળું જે ભેજન, તે બહુ જ સામાન્ય કેટિનું હોય તે પણ ખાનારને માટે ઉત્તમ છે. એટલે, નીતિશાસ્ત્રકારેના આ કથનને અમલ, ઉત્તમ કેટિના હાથમાં જોવાને મળે છે. નીતિશાસ્ત્રકારેના આ વચનને અમલ, આજે માણસ જેવા માણસમાં પણ ઘણે અંશે નથી દેખાતો, જ્યારે હાથી હોવા છતાં પણ એનામાં દેખાય છે. સારું સારું ખાવાની લાલચ વધી, એથી “અનાદરથી ખાવા કરતાં તે ભૂખ્યા મરવું એ સારું છે”—એવી વૃત્તિ નાશ પામી ગઈ.ક્યાંક જે સારું ખાવાનું મળી જાય તેમ હોય, તો ગેલેયાની જેમ ઘુસી જનારાઓ પણ છે. ખાવાનું સારું મળે, પછી આદરને જૂએ કણ? પણ એ કુતરા જેવી દશા છે. કુતરાને મારીને કાર્યું હોય તો ય તે આવીને ખાવાને માટે ઘુસી જવાને પ્રયત્ન કરે છે અથવા તે દીનતા બતાવે છે, જ્યારે ઉત્તમ હાથી એવું તો ન જ કરે, પણ ખવડાવનાર જ્યારે ભાઈબાપા કરીને ખવડાવે ત્યારે ખાય. એટલે મહાવત હાથીએની કાંઈ જેવી–તેવી ચાકરી કરતા નથી.
હાથીનાં આ બધાં આચરણે નાનાવિધ છે. વળી, હાથી વાહન તરીકે પણ ઉત્તમ ગણાય છે. યુદ્ધાદિકમાં એ વાહન રૂપે જયનું સાધન બને છે અને શેષ કાળમાં એ વાહન તરીકે શેભાનું સાધન બને છે. જયકુંજર અંગે તો આ વાત નિશ્ચિત જ. આવાં બધાં આચરિતો અદ્ભુત અને શ્રેષ્ઠ નથી? છે જ, કારણ કે-જે આચરિત જેવાને માણસમાં મળવા મુશ્કેલ બને, તે આચરિત જ્યકુંજરમાં તે પશુ હોવા છતાં ય જેવાને મળે, ત્યારે તેનાં એ આચરિત અભુત ગણાય, એમાં નવાઈ