________________
૨૬૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન અરે, અદભુતતા એ કે–એવા વખતે ભસનાર ઉપર આક્રમણ કરવાને દેડવું નહિ અને પિતાના મન ઉપર તેની કોઈ પણ અસર થવા દેવી નહિ. બાકી તે, ઉશ્કેરાઈ જવાય ને? એની અદ્દભુતતાને સમજવી હોય, તે કલ્પના કરે કે તમે અહીંથી નીકળીને ઘેર જાવ છો, તે વખતે હલકા માણસો તમને ગાળ દેતા દેતા તમારી આજુબાજુ અને પાછળ તમારી જોડે ચાલ્યા કરે, તે તમને ક્યાં સુધી ગુસ્સો આવે નહિ? ક્યાં સુધી તમે એના તરફ લક્ષ્ય જ આપે નહિ ને ચાલ્યા કરે? એવા વખતે સમજાય કે-કુતરાં બે બાજુએ અને પાછળ ભયે જ જતાં હોય, છતાં હાથી શાંતિથી ચાલ્યા જાય, એ એનું આચરણ અદ્ભુત પણ છે અને પ્રવર પણ છે. માન-પાન સંબંધી અને બીજાં પણ અનેક આચરણે અભુત
તથા પ્રવર હેય છે : જયકુંજરના ચરિતને જે નાનાવિધ એવું વિશેષણ આપ્યું છે, તેને અંગે જ જયકુંજરનાં વિવિધ આચરણેની આપણે વાત કરી રહ્યા છીએ. ઉપસર્ગોના સમયે પણ પિતાના અવ્યય સ્વરૂપને જાળવવા રૂપ જયકુંજરનું આચરણ, અદ્ભુત અને પ્રવરની કટિમાં જાય એવું હોય છે. ઘેષ કરવા રૂપ જયકુંજરનું જે આચરણ, તે પણ અદ્ભુત અને પ્રવર હોય છે. હાથી જે રીતિએ ખાય–પીએ છે, તે રીતિમાં પણ અદ્ભુતતા અને પ્રવરતા રહેલી હોય છે. ખાવા-પીવાના એના આચરણમાં પણ અભૂતતા અને પ્રવરતા હોય છે. તમે જે જાણતા હો, તે હાથી ખાય છે, તે પણ એવી ઉદાર રીતિએ ખાય છે કે-જાણે ઉદાર જીવ ખાઈ રહ્યો છે. પિતાને ખાવાને માટે