________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૬૭
હોય છે–એનો ખ્યાલ આવ્યા પછી, તે પ્રવર હેાય છે–એ ખ્યાલ આવે, એ તે બહુ સહેલું છે. એની ચાલ એટલી બધી શ્રેષ્ઠ કેટિની હોય છે કે સારામાં સારી ચાલે ચાલનારને ગજગતિએ ચાલનાર કહેવાય છે. કવિઓ પણ વર્ણન કરતાં સિંહ જેવી કટી, મૃગ જેવાં નયને અને ગજ જેવી ગતિ, –એમ કહે છે. ઉત્તમ કોટિની સ્ત્રીઓના વર્ણનમાં “ગજગામિની' એવું પણ વિશેષણ આવે છે. એટલે જયકુંજરનું તેની ચાલ રૂ૫ જે આચરણ, તે જેમ અભુત હોય છે, તેમ પ્રવર પણ હોય છે. હાથી ચાલ્યા જાય ને કુતશે ભસ્યાં કરે ?
જયકુંજરની ચાલને લગતી એક બીજી વાત પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે. દુનિયામાં કહેવત છે કે-“હાથી ચાલ્યો જાય અને કૂતરાં ભસ્ય જાય.” કુતરાઓ ગમે તેટલાં ભસતાં હોય, તો પણ હાથી તેને ગણકારતો નથી. કુતરાઓ સામે થવાની કે પાસે આવવાની હિંમત તે કરી શકતાં જ નથી, એટલે આજુબાજુમાં કે પાછળના ભાગમાં દૂર દૂર રહીને ભસ્યા કરે છે. હાથી એ તરફ કાંઈ પણ લક્ષ્ય આપ્યા વિના ચાલ્યા જ જાય છે. આ કહેવત જાઈ છે, માણસને હિતશિક્ષા દેવાને માટે! સત્કાર્યમાં પ્રવૃત્ત થયેલાઓએ Àષી, દુર્જન કે મૂર્ખ માણસે તે બાબતમાં ગમે તેમ બેલતા હોય, તે પણ તેને ગણકાર્યા વિના સત્કાર્ય કર્યું જવું. આ બેધ આપવાને માટે “હાથી ચાલ્યો જાય અને કુતરાં ભસ્ય જાય” –આવી કહેવત જાઈ છે. એટલે હાથીનું આચરણ પણ અદ્ભુત છે અને પ્રવર છે–એમ માનવું પડશે. કેઈ પૂછશે કે-આમાં અદ્ભુતતા શી? તે એને ખુલાસે એ છે કે
શિક્ષા માટે કાર્ય