________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એથી શ્રી કુમારપાલ જરા વિચારમાં પડી જાય છે. તેમને વિચારમાં પડેલા જોઇને, મહાવત કહે છે કે‘ મહારાજ ! શત્રુએ આખા સૈન્યને ફાડી નાખ્યું છે.'
શ્રી કુમારપાલ પૂછે છે કે તું કેમ છે ?' મહાવત કહે છે કે— મહારાજ ! આપ, હું ને આ હાથી. ત્રણ સ્થિર છીએ.'
૨૬
શ્રી કુમારપાલ કહે છે કે તું ને હાથી વફાદાર છે, તા કાંઈ વાંધા નથી. ચલાવ હાથીને.’
એ વખતે શત્રુસૈન્યમાંથી સિંહનાદ કરાય છે અને એથી હાથીને ચલાવવાની ઘણી મહેનત કરવા છતાં પણ હાથી ચાલતા નથી. શ્રી કુમારપાલ શકિત અની જાય છે, પણ મહાવત ખૂલાસા કરે છે કે સામેથી સિંહનાદ થઈ રહ્યો છે, માટે હાથી ચાલતા નથી.’
શ્રી કુમારપાલ તરત જ હાથીના બન્ને કાનમાં ડુચા મરાવે છે અને હાથીને વેગથી શત્રુસૈન્યમાં લઈ જવાની મહાવતને આજ્ઞા કરે છે.
આખા ય શત્રુસૈન્યને ભેદતે હાથી ચાલ્યા જાય છે અને અરેણરાજની પાસે તે પહેાંચતાં, શ્રી કુમારપાલ અરાણુરાજને પકડીને નીચે પટકી દે છે.
વિચાર કરે કે–એ વખતે હાથી કેવી ચાલે ચાલ્યેા હશે ? એની એ વખતની ચાલ કેવી અદ્ભુત હશે, એમ થાય છે ને? એ હાથી કાંઈ જયકુંજર નહિ હતા, સામાન્ય કોટિના જ હાથી હતા, તે છતાં પણ તેની એ ચાલ જો અદ્ભુત હતી, તા જયકુંજરની ચાલ અદ્ભુત હોય, એમાં શંકા રાખવા જેવું. છે જ શું ? જયકુંજરનું તેની ચાલ રૂપ જે આચરણ, તે અદ્ભુત.