________________
૨૬૪.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આન્તર શત્રુને જીતવા દે નહિ અને જે કઈ આન્તર શત્રુ જેર કરવા જાય તેને જીતી લે”—તેના તે પ્રકારના આચરણને પણ અદ્ભુત અને પ્રવર જ કહેવાય. એ માણસ જ્યારે બીજા ઉપર એવો પ્રકારને ઉપકાર કરે, ત્યારે જ એનું એ ઉપકાર રૂપ આચરણ અદભુત અને પ્રવર કહેવાય-એવું નહિ. એવા ઉપકારનું આચરણ તે અભુત અને પ્રવર છે જ; પરન્તુ માત્ર પોતે પોતાના આન્તર શત્રુઓને જીતવા દે નહિ અને જ્યારે
જ્યારે એ આન્તર શત્રુઓ જેર કરે ત્યારે ત્યારે એના ઉપર પિતે જય જ મેળવે, તો માણસનું એ આચરણ પણ અદ્ભુત અને પ્રવર છે. જગતમાં જેને માટે ભાગ આન્તર શત્રુઓને વશ જ હોય છે. ઘણા છે તે, આન્તર શત્રુઓની જ ગુલામી કરતા હોય છે. એમાં કઈ કઈ આન્તર શત્રુઓને તાબે રહ્યા વિના, સદાચારના માર્ગે ચાલવાનો પ્રયાસ કરતા હોય છે. એવા છેડા જીવોમાં પણ, એવા છે તે બહુ જ થોડા હોય છે કે-આન્તર શત્રુઓ જ્યારે હુમલો કરે, તે વખતે પિતે હારે નહિ અને આન્તર શત્રુઓને હરાવી દે. આન્તર શત્રુઓના પરિવારને જેઓ સમજતા હોય, એ શત્રુઓને જીતવાની જેમને જરૂર લાગતી હોય, તેઓને આ વાત સ્ટ ખ્યાલમાં આવે કે આન્તર શત્રુઓને તાબે રહ્યા વિના સદાચારના માર્ગે જીવવું તથા આન્તર શત્રુઓ હુમલે કરે ત્યારે આન્તર શત્રુઓને તાબે નહિ થતાં, તેમને હંફાવીને હરાવી દેવા–એ કેઈ અસાધારણ–અદ્ભુત આચરણ છે અને એવું આચરણ પ્રવર તરીકેની ગણનામાં ગણવા ગ્યા છે. આન્તર શત્રુઓ ઉપર વિજય મેળવવાને માટે મથતો હોય અને તેમ છતાં પણ વારંવાર જે તેમાં પરાજય પામતે હોય, તેને