________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
પ્રન॰ જડનું સ્વતન્ત્રપણે આચરણ હોઈ શકે નહિ. જડનું આચરણ ચેતનપ્રેરિત હાઈ શકે.
• ૧૭૨
જડનું આચરણ ન જ હોઈ શકે, એમ કહેવાય નહિ. તમે લેાહચુંબક વિષે તે જાણ્યું અને સાંભળ્યું હશે. એ લેાઢાને ખેંચી શકે છે. એમ ટાઢાને આકર્ષવાનું આચરણ, એ જડ એવા લાહચુંબકનું આચરણ નથી? જડ પથરાની સાથે જડ પથરો ઘસાવાથી અગ્નિના તણખા ઝરતા પણ તમે જોયા હશે. અમુક જડ ચીજ અમુકમાં ભળે તે અમૃત જેવી ચીજ ઝેર રૂપ બની જાય અને ઝેર જેવી ચીજ અમૃત રૂપ બની જાય, એવું પણ બને છે. દવાની જડ ટીકડી પેટમાં જતાં શી શી અસરને ઉત્પન્ન કરે છે, એ પણ તમારા અનુભવની બીના છે. આમ છતાં પણ, તમે એમ કેમ કહી શકે કેઆચરણ તે ચૈતનનું જ હોઇ શકે અથવા ચેતનપ્રેરિત જ આચરણ હાઈ શકે, પણ જડનું આચરણ હાઈ શકે જ નહિ ? કાઈ પણ માણસ વિચારે, તે એને જરૂર લાગે કે–જડનું આચરણ ન જ હોઈ શકે, એવું કહી શકાય નહિ.
પ્રશ્ન॰ એ રીતિએ જડના આચરણને પણ માનવું પડે, પરન્તુ જડમાં હું આચરણ કરૂં–એવું વિચારવાની શક્તિ નથી હેાતી તે?
જડમાં વિચારવાની શક્તિ હોય જ નહિ. વિચારવાની શક્તિ તે ચેતનમાં જ હોઈ શકે. વિચારવાની શક્તિ ચેતનમાં જ હાઈ શકે છે, છતાં ચેતના પણ એવી એવી દશાઆમાં હોઇ શકે છે, કે જે દશાઓમાં ચેતનામાં પણ વિચારવાની શક્તિ ન હોય. આમ છતાં પણ— અમુક હું આચરૂં કે નહિ, આ હેતુ માટે આચરૂં કે ન આચરૂં, મારે માટે આ