________________
૨૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શ્રી ભગવતીજી સૂવ પક્ષેય આ વિશેષણથી મુંઝવણ
જયકુંજરની વાતમાં જે આવા લોચા વાળે, તે શ્રી ભગવતીજી સૂત્રની વાતમાં પણ લોચા વાળે, એમાં તે નવાઈ પામવા જેવું છે જ નહિ, કારણ કે-એને સૌથી પહેલી મુંઝવણ જ એ થાય કે-શ્રી ભગવતીજી સૂત્રનું વળી આચરણ કેવું? શ્રી ભગવતીજી સૂત્રનું ચાચરણ હોય જ નહિ, એમ
એને લાગે. જે એ શ્રી ભગવતીજી સૂત્રના આચરણને બરાબર શિધી શકે, તો તે એને લાગે કે-એ અનેક પ્રકારનું પણ છે, આશ્ચર્યકારક પણ છે અને શ્રેષ્ઠ પણ છે; પણ શ્રી ભગવતીજી સૂત્રના આચરણને નહિ શોધી શકવાથી, આ શ્રી ભગવતીજી સૂત્રમાં કેનાં કેનાં અને કેવાં કેવાં ચરિત્ર વર્ણવાએલાં છે, એ કલ્પના તરફ એ દોડે. એ કલ્પના તરફ દેડીને પણ, એ, શ્રી ભગવતીજી સૂત્રમાં આવતી ચરિતકથાઓ અદ્ભુત છે અને પ્રવર પણ છે, એમ કહી શકે નહિકારણ કે-શ્રી ભગવતીજી સૂત્રમાં તે ગોશાળા જેવા ભગવાનને ઉપદ્રવકારી બનેલાની અને જમાલી જેવા નિહુનવની પણ ચરિતકથાઓ છે. પરન્તુ ખરી સ્થિતિ એ છે કે જેનું ચરિત નાનાવિધ, અદ્ભુત અને પ્રવર છે”—એ વાત પ્રત્યેક જયકુંજરમાં પણ યથાયોગ્યપણે ઘટી શકે એવી છે અને શ્રી ભગવતીજી સૂત્રમાં પણ યથાયોગ્યપણે ઘટી શકે એવી છે. એમાં, વસ્તુતઃ મુંઝાવા જેવું કાંઈ છે જ નહિ. “જ્યને આશ્રિત જ્યકુંજરનાં અનેકવિધ આચરણો–
અભુત પણ ખરાં અને પ્રવર પણ ખરાં :
આપણે પહેલાં તે, જયકુંજરને અંગે આ વાતને વિચાર કરીએ. આપણે જોઈએ કે-જયકુંજરનું આચરણ કયી રીતિએ