________________
૨૬૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરવામાં આવી, તેમાં અદ્દભુતતા અને શ્રેષ્ઠતા છે કે નહિ? કહેવું જ પડશે કે–એ આચરણે અવશ્ય અદ્દભુત પણ છે. અને શ્રેષ્ઠ પણ છે. અદૂભુતતાઃ
જયકુંજરનાં એ ચાર પ્રકારનાં આચરણેની વાતને વાંચતાં કે સાંભળતાં, માણસને થાય કે આવી અદ્ભુત શક્તિ? આ વાતને વાંચતાં કે સાંભળતાં માણસના મનમાં જરૂર આશ્ચર્ય પેદા થાય કે–પોતે છતાય નહિ, પિતાને જીતવાને માટે આવેલાને જીત્યા વિના રહે નહિ, પોતાના માલિકને દુશમનથી જીતાવા દે નહિ અને પિતાના માલિકના દુશમનને યુદ્ધમાં જીત્યા વિના રહે નહિ, એમ? આવું અદ્ભુત સામર્થ્ય ? અરે, આવી વાતને જાણતાં, રાજા આદિકને તો એમ પણ થઈ જાય કે-આપણે હરકેાઈ પ્રયતને અને હરકોઈ ભેગે પણ આવા જયકુંજરને મેળવી શકીએ તે સારું!” “જય” સંબંધી જયકુંજરનાં આ આચરણે એવાં તે અદ્ભુત છે કે-મૂર્ખાઓના મનમાં કદાચ એવી પણ વિચારણા આવી જાય કે-આવી શક્તિ હાથમાં હોય, એવું તે બનતું હશે ? જેમ કેટલાક એવા પણ પાક્યા છે કેજેઓ સર્વજ્ઞપણને સંભવિત જ માનતા નથી. એક પણ માણસ સર્વજ્ઞ બની શકે–એ વાત એમને જચે જ નહિ. એમ આ વાતમાં ય થાય કે-કાં તો જયકુંજર એ કાલ્પનિક વસ્તુ અને કાં તો એનું આવા પ્રકારનું આચરણ હોય છેએવું કથન જ કાલ્પનિક! આવું થાય તે અજ્ઞાનથી જ, પણ જયકુંજરના આચરણના અભુતપણાની વાતને લીધે જ એમ.