________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૬૧
થાય ને? સામાન્યપણે જે સંભવિત લાગે નહિ, તેને અદ્ભુત કહેવાય, કારણ કે–સામાન્યપણે જે સંભવિત હોય તેમાં આશ્ચર્યને પેદા કરવાની શક્તિ નથી હોતી, જ્યારે સામાન્યપણે જે સંભવિત હેય નહિ તેમાં આશ્ચર્યને પેદા કરવાની શક્તિ હોય છે. એટલે જયકુંજરનાં “જય” સંબંધી જે આચરણેને આપણે જોયાં, તે આચરણે અદ્ભુત તે છે જ. પ્રવરતા :
હવે એ વિચારે કે-એ આચરણે પ્રવર પણ છે કે નહિ? જે અદ્ભુત હોય, તે પ્રવર પણ હેય—એ નિયમ નથી. ઘણાં ખરાબ કામે પણ સીફતથી કરી શકનાર અને શાહુકારા તરીકે ફરી શકનારા માણસને પણ “અદ્ભુત માણસ” તરીકે ઓળખાવાય છે. એટલે અભુત પણ માણસ અથવા તે અદ્ભુત પણ આચરણ જે પ્રવર હોય, શ્રેષ્ઠ હોય, તો જ તેની કિંમત ગણાય. “જય ”ની અર્થી દુનિયા તે, “પોતે જીતાવું નહિ અને પિતાની સામે આવેલા દુશ્મનને જીતી લે”—એ અને ય પ્રકારના આચરણને શ્રેષ્ઠ આચરણ તરીકે જ માનનારી છે. કોર્ટમાં દાવ લડનાર, જે સામાથી પિતે હારતું નથી તે પણ, મૂછ ઉપર તાલ દે છે અને જ્યારે એ સામાને હરાવીને પિતે જીતી જાય છે, ત્યારે તે એની મારી ઓર વધી જાય છે, કારણ કે–એ એને શ્રેષ્ઠ આચરણ રૂપે માને છે. તમને કઈ આવે અનુભવ થયો છે કે નહિ? તમને ય, આવા તે ઘણા નાનામોટા અનુભવો થયા હશે. આવા અનુભવે, માણસ, સામાન્ય પ્રકારની વિવાદાત્મક વાતમાં પણ કરે છે. આમ છતાં ય, કેઈ માણસ પોતાની બુદ્ધિને લડાવીને, “પોતે જીતાય નહિ અને
૧૭