________________
૧૧-હાથીનું ને સૂત્રનું આચરણ :
જ્યકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્રનું નાનાવિધ, અદ્ભુત
ને પ્રવર આચરણ છેઃ આપણે હવે નવમા વિશેષણ સંબંધી વિચાર કરીએ. નવમા વિશેષણ તરીકે, ટીકાકાર મહષિએ જેમ જયકુંજરના ચરિતના ગુણોનું વર્ણન કર્યું છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રના ચરિતના ગુણેનું પણ વર્ણન કર્યું છે. આ બધાં વિશેષણે એવાં છે કે-બેયની મહત્તા સિદ્ધ કરે. શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમા આપીને વર્ણન કર્યું છે, એટલે જયકુંજરની મહત્તા - સિદ્ધ થયેલી હોય, તે જ શ્રી ભગવતીજી સૂત્રની મહત્તા કે સિદ્ધ થઈ શકે, કારણ કે-જયકુંજરમાં જેમ આ છે અગર અમુક છે, તેમ ભગવતીજી સૂત્રમાં પણ એ અમુક પ્રકારે છે, એ પદ્ધતિથી અહીં ટીકાકાર મહર્ષિએ શ્રી ભગવતીજી સૂત્રની મહત્તાને વર્ણવવાની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ઓળખ આપી છે. એમાં નવમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
નાનાવિધાનપરિતા એટલે કે-જયકુંજરનું આચરણ જેમ અનેક પ્રકારનું, આશ્ચર્યકારક અને શ્રેષ્ઠ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ પણ અનેક પ્રકારનું, આશ્ચર્યકારક અને શ્રેષ્ઠ છે.