________________
૨૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પડે નહિ. સમ્યગ્દષ્ટિ આત્માને પાપનો બંધ ઓછો થાય છે, કારણ કે–એને સંસાર ગમતું નથી; એના દિલમાં ગમતાપણું મોક્ષસુખનું છે, જ્યારે સંસારને છડું અને ક્યારે મારા આત્માને મુક્તિમાં જોડું–એ ભાવનામાં એ રમમાણતલ્લીન હોય છે. એ ભાવનાથી એને નિર્જરાને લાભ થાય છે તેમજ બીજાઓ જે પાપક્રિયા કરે તે જ પાપક્રિયા જે સમ્યગ્દષ્ટિ કરે તો તેને એનાથી પાપબંધ ઘણે ઓછો થાય છે. સમ્યગ્દષ્ટિ એટલે વિવેક દૃષ્ટિવાળો આત્મા. એને જડને અને ચેતનને વિવેક હેય. હેય-ઉપાદેયને એને વિવેક હોય. જડ સંગ છે વિનાશી. ચેતન છે અવિનાશી. સમ્યગ્દષ્ટિ આત્માનો પ્રયત્ન કરવાને ભાવ અવિનાશી માટે હોય, પણ વિનાશી માટે ન હોય. વિનાશી પદાર્થો બાજૂમાં પડ્યા હોય અને એ મેળવતોરાખત-સાચવતે-વાપરતે પણ હોય, તે છતાં પણ એને એ હેય જ લાગે. એ વિષયમાં રમતે લાગતો હોય ત્યારે પણ એનું હૃદય વસ્તુતઃ વિષયમાં રમતું ન હોય. સંસારમાં રહેવું પડે એવું હોય માટે એ રહે તો ય ઉદાસીન ભાવે રહે, પણ રહેવાથી રાજી ન થાય. ન છૂટકે રહે. રહે છતાં કચવાત રહે. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન, સંસારમાં રહેલા જીવ ઉપર પણ, આવી અજબ અસર ઉપજાવે છે. સવજ્ઞાનથી મુનિને લાભ કે?
સંસારમાં રહેલા જીવને શ્રી ભગવતીજી સૂત્રનું જે જ્ઞાન થાય, તે તો સદ્ગુરૂઓના શ્રીમુખે સૂત્રના અર્થને અને ભાવને સાંભળવાથી થાય. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન સૂત્રથી તે મુનિમાં જ હોય. મુનિઓમાં પણ જે જઘન્યથી ય ગીતાર્થ