________________
૨૫૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કરી નાખ્યો, છતાં પણ મને તે એમ જ લગાડ્યા કર્યું કેએ જ મારે ખરેખર મિત્ર છે. હું પણ કે મૂર્ખ, કે એને ઓળખી શક્યો નહિ? જેમ તમને કેઈદગાખોર મિત્ર મળે અને તમને પાયમાલ કરી નાખે, તે જ્યારે તમે એને ખરા રૂપમાં ઓળખે છે, ત્યારે શું થાય છે? એના ઉપર કેટલો ગુસ્સો આવે છે? માણસ એવા મિત્રને પાયમાલ કરી નાખવાની તકને શોધતે ફરે છે. એને માટે કહેવાય છે કે આણે અમુકને દાઢમાં ઘાલ્યો છે. એમ વિવેકી આત્મા પણ મેહરાજાને મારવાની તકને શોધતા ફરે છે. એટલે એમ કહેવાય કે એણે મહારાજાને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલ્યો છે. સંસારમાં કઈ પણ જીવ વિશેષને એમ દાઢમાં ઘાલવાથી નુકશાન થાય છે, પિતાને વેરભાવથી અવશ્ય નુકશાન થાય છે, જ્યારે મહારાજાને દાઢમાં ઘાલવાથી ફાયદો જ થાય છે. એથી, વૈરભાવ વધતો નથી પણ વિનાશને પામતો જાય છે. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન જેના હૈયામાં પરિણત થઈ જાય, તે મેહરાજાને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલનારે બનેલો કહેવાય. તેની સમીપમાં મેહરાજાને આવવું પણ ભયકારક લાગે, કારણ કે–અહીં હવે આપણાથી ટકાવાનું નથી, એવી ખાત્રી મેહરાજાને થઈ ગઈ હોય છે. કેટલીક વાર જે પદાર્થ દાંતથી પણ ભાંગી શકે નહિ, દાંતથી પણ જેના ચુરા થઈ શકે નહિ, તેવા પણ પદાર્થને દાઢ પિતાની વચ્ચે દબાવીને તેના ચૂરેચૂરા કરી નાખે છે. એ માટે, દાંતમાં ઘાલ્ય નથી કહેવાતે, પણ દાઢમાં ઘા એમ કહેવાય છે. મેહરાજને દાઢમાં ઘાલ્યા વિના કેઈનું ય કલ્યાણ થયું નથી અને કેઈનું કલ્યાણ થવાનું પણ નથી. તમારે શું વિચાર છે ?