________________
૨૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જનેના મનનું રંજન કરનાર છે, તે આ શ્રી ભગવતીજી સૂત્રની પદપદ્ધતિ ચાલ પણ પ્રબુદ્ધ જનેના મનનું રંજન કરનાર છે;
જ્યકુંજર જે ઉપસર્ગોના નિપાતમાં ય અવ્યય સ્વરૂપવાળે છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ એવું જ છે જયકુંજરને ઘેષ જે ગંભીર અને મને હર છે, તે આ શ્રી ભગવતીજી સૂત્રને ઘેષ પણ ગંભીર અને મનહર છે; જયકુંજર જે લિંગ –વિભક્તિથી યુક્ત છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ લિંગ–વિભકિતથી યુક્ત છે; જયકુંજર જે સારા પ્રકારની કે સદાની પ્રસિદ્ધિવાળે છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સારા પ્રકારની કે સદાની પ્રસિદ્ધિવાળું છે; જયકુંજર જે. સલક્ષણવાળે છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સલ્લક્ષણેએ સહિત છે; જયકુંજર જે દેવતાધિષ્ઠિત છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ દેવતાધિષ્ઠિત છે; અને જયકુંજર જે સુવર્ણમંડિત ઉદ્દેશકવાળે છે, તો આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સુવર્ણમંડિત ઉદ્દેશકેવાળું છે; આટઆટલાં વિશેષણે આપવા છતાં પણ, હજુ તે ઘણું વિશેષણ બાકી છે. તે આની આટલી બધી સ્તવના કેમ? ખરેખર, આ શ્રી ભગવતીજી સૂત્ર જ એવું છે કે આની જેટલી સ્તવના કરાય તેટલી ઓછી છે. આ સૂત્રની ગુણસમ્પન્નતા એવી છે કેએ જેના ખ્યાલમાં આવે, તેને આ સૂત્રની પ્રશંસા કરવાનું મન થયા વિના રહે નહિ અને એ પ્રશંસાથી પણ પ્રશંસા કરનારનું કલ્યાણ થયા વિના રહે નહિ. તારક ચીજોમાં એ ગુણ હોય છે કે-જે એની સાચા ભાવે પ્રશંસા કરે, તેને પણ એ તારે! પ્રશંસા, એ અનુમંદનાને જ પ્રકાર છે. સારા માણસની, સારા સાધનની અને સારી કિયાની સાચી ને