________________
૨૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ભગવતીજી સૂત્રના પક્ષે પણ, આ વિશેષણને આ પ્રકારે ઘટાવવામાં સરલતા થાય તેમ છે. વાત એ છે કે–આજના સામાન્ય પ્રકારના હાથીઓમાં પણ જે કઈ વિશેષતાવાળો અને રાજાને માનીતે હાથી હોય છે, તેનાં અવયને પણ સુવર્ણનાં કે સુવર્ણના એપવાળાં, સુવર્ણવણું આભૂષણથી આભૂષિત એટલે મંડિત કરાય છે તો પછી, જે નરેન્દ્રો અને દેવેન્દ્રોની પાસે જયકુંજર હોય, તેઓ તેનાં અવયવોને સુવર્ણનાં એટલે સોનાનાં અભૂષણેથી મંડિત કરે, એમાં બહુ વિચારીને માનવા જેવું છે, એવું કાંઈ જ નથી. સાદી અકકલથી પણ સમજી શકાય એવી આ તદ્દન સાદી ને સીધી વાત છે. બીજા અર્થમાં શ્રી ભગવતીજી સત્ર પક્ષે વિચારણા :
આમ જયકુંજર જેમ સેનાનાં આભૂષણોથી એટલે સોનાથી મંડિત હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ તેનાથી મંડિત અવયવાળું હોય, એ અશક્ય વસ્તુ નથી. પ્રાચીન કાળની એવી પ્રતા તમે જોઈ અગર જાણી તો હશે, કે જે સેનામાંથી બનાવેલી શાહીથી લખાએલી હેય. આજે પણ કઈ કઈ પ્રત સેનાથી અને રૂપાથી બનાવેલી સોનેરી ને રૂપેરી શાહીથી લહીયાઓની પાસે લખાવાય છે. વળી, તમે જે સાંભળ્યું હોય, તો સંગ્રામ નામના સેનને એક પ્રસંગ પણ, આ વિશેષણના આવા અર્થને પુષ્ટ કરે એ આવે છે. સંગ્રામ સેનીએ, આચાર્યભગવાન શ્રીમદ્ ધર્મષસૂરીશ્વરજી મહારાજાની પાસે, આ શ્રી ભગવતીજી સૂત્રને વંચાવીને સાંભવતી વેળાએ, શ્રી ભગવતીજી સૂત્રના પ્રત્યેક પ્રશ્ન દીઠ એક એક સેનામહોર, એમ કુલ છત્રીસ હજાર પ્રશ્નોની છત્રીસ